Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટમાં યુનિવર્સિર્ટી રોડ પર આવેલ ભગતસિંહ ગાર્ડન પાછળ ત્રણ માળીયા કવાર્ટરમાં મિત્રની પત્નીના ઝઘડાના સમાધાન માટે ગયેલ બે મિત્રો પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જયારે સામા પક્ષે એકનું સ્કુટર સળગાવ્યું હતુ જયારે બીજામાં તોડફોડ કરી હતી. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ યુનિ. રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ ત્રણ માળીયા કવાર્ટમાં મિત્રની પત્નીના ડખ્ખામાં સમાધાન માટે ગયેલા સુભમ સાગર પરમાર ઉ.24 અને દર્શન રીજેશ વાઘેલા ઉ.25 પર જયદેવ રામાવત અને ઈન્દ્રજિતસિંહ અને બે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. બનાવની જાણ પોલીસમાં થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, દર્શનનો મિત્ર શબ્બીર કે જે અગાઉ તેના વિસ્તાર બજરંગ વાડીમાં રહેતો હતા અને હાલ ત્રણ માળીયા કવાર્ટરમાં રહે છે.

તેની પત્ની સાથે જયદેવ સહિતનાઓને માથાકૂટ થઈ હતી. જેનું સમાધાન કરવા માટે તેઓ ગઈકાલ રાત્રે ગયા હતા ત્યારે વાત વણસતાં માથાકૂટ થઈ હતી જેમાં સુભમ અને દર્શન પર છરી વડે હુમલો થયો હતો અને જેથી સામેના પક્ષોએ હુમલાખોરોના સ્કુટર સળગાવ્યા હતા અને તોડફોડ કરી હતી જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.