Abtak Media Google News

પુના જિલ્લામાં એલ્ગર પરિષદનાં નામે દેશભરનાં દેશવિરોધી તત્વોને એકઠા કરીને મોટુ કાવતરૂ ઘડવામાં આવનાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

દેશની આંતરિક સુરક્ષા સામે ઘાતક પરીબળો પૈકીનાં એલ્ગર પરિષદની દેશ વિરોધી પ્રવૃતિઓની જાહેર થયેલી વિગતોએ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરૂ ઘડવા બદલ અંતે ૧૯ આરોપીઓ વિરુઘ્ધ વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલ્ગર પરિષદનાં આરોપીઓ પૂર્વોતર અને કાશ્મીરનાં દેશવિરોધી તત્વોને સાથે લઈને ભારત સરકાર અને સુરક્ષા દળો સામે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી કરવાની વેતરણમાં હોવાનો પર્દાફાશ થયો હતો. આવા દેશવિરોધી તત્વોને એલ્ગર પરિષદ એક જુથ કરવા માટે તૈયાર હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે. પુના કોર્ટમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા ૩૧

પુનાનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પ્રતિબંધિત માઓવાદી સંગઠનની રણનીતી અંતર્ગત દેશમાં દલિત આદિવાસી ધાર્મિક લઘુમતિઓને જોડીને બનાવેલી એલ્ગર પરિષદ દેશવિરોધી હિંસાનું લક્ષ્ય પાર પાડવાની ફિરાકમાં હતું. આ અહેવાલમાં પકડાયેલા તમામ આરોપીઓ વિરુઘ્ધ એફઆઈઆર માટેની મુદત વધારવાની માંગ કરવામાં આવી છે. આ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ જુથ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરૂ તૈયાર કરી રહ્યા હતા. દેશ માટે ઘાતક પ્રવૃતિનો પર્દાફાશને પગલે સમગ્ર દેશની સુરક્ષા વ્યવસ્થા સાબદે કરવામાં આવી છે.

7537D2F3 14

આ કેસમાં ૧૯ આરોપીઓના નામજોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરૂ ઘડવાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ૧૯ આરોપીઓમાં માનવ અધિકારના ધારાશાસ્ત્રી, સામાજીક કાર્યકરો, લેખકો, પ્રતિબંધિત સીપીઆઈ માઓવાદી સાથે સંબંધો માટે અગાઉ કાયદાના સકંજામાં લેવાયા હતા તેના પાંચ નંબરનાં આરોપી કબીર કાલામંચ (કેકેએમ) અને અન્ય પાંચ ભુગર્ભમાં ઉતરી ગયેલા આરોપીઓની તલાશ જારી છે. આ આરોપનામામાં જણાવવામાં આવ્યું છે કે, તમામ ૧૯ આરોપીઓ અગાઉ વડાપ્રધાન રાજીવ ગાંધીની જે રીતે હત્યા કરવામાં આવી હતી તે રીતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મન્નારમાં રહિશોમાં કાવતરૂ પાર પાડીને પોતાનો બદઈરાદો પાર પાડવાની પેરવીમાં હોવાનું જણાવાયું છે.

યુએપીએ જજ એસ.આર.નવિન્દ્રરની કોર્ટમાં આઠ જેટલા આરોપનામાઓમાં આતંકી અવૈદ્ય પ્રવૃતિઓ નિષેધધારા અને આઈપીસી ધારા અંતર્ગત ચાર્જ મુકવામાં આવ્યો છે. કોર્ટ આ કેસની સુનાવણી હાથ ધરતા પહેલા ૧ જાન્યુઆરીએ બચાવ પક્ષને દલીલો કરવાની તક આપશે. ૧૯ આરોપીઓ પ્રતિબંધિત માઓવાદી સંગઠન સીપીઆઈનાં સભ્યો છે અને તેમનાં વિરુઘ્ધ રાજય અને કેન્દ્ર સરકાર સામે કાવતરાનાં કેસ છે. આ સંગઠન નેપાળ, મણિપુર જેવા સ્થળેથી આઠ કરોડ રૂપિયાનાં હથિયારો રૂપિયા ૫ લાખ ગાંધીઓ અને શસ્ત્રો મેળવવાની ફિરાકમાં અને રાજીવ ગાંધીની જેમ રોડ-શોમાં નરેન્દ્ર મોદી પર હુમલો કરવાનું કાવતરૂ ઘડયું હતું.

એલ્ગર પરિષદ દ્વારા ૩૧ ડિસેમ્બર ૨૦૧૭નાં રોજ એક કાર્યક્રમ યોજીને સંગઠન મજબુત કરવાની પ્રવૃતિ કરી હતી. આજ રીતે પ્રવૃતિઓ દરમિયાન ૬ જુન ૨૦૧૮ સુધીમાં ૯ અંતિમવાદીઓમાં સુધીર ધવાલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાલીંગ, સોમાસેન, મહેશ રાઉત, પી વરવરારાવ, સુધા ભારદ્વાજ, અરૂણ રૂરેરીયા અને વરનુન ગૌસાલ્વેસને પ્રતિબંધિત માઓવાદી સંગઠનનાં જોડાણ અંગે તેમની સામે ૧૫/૧૧/૨૦૧૮નાં રોજ ૨૧/૨/૨૦૧૯નાં રોજ પકડાયેલા ૯ અને ભુગર્ભમાં ઉતરી ગયેલા મિલિન્દ તેલતુબંડે, પ્રકાશ, નવિન, ઋપર્ણ ગોસ્વામી, કિસાન, પ્રશાંત બોઝ, કેકેએમનાં સભ્યોને માઓવાદી સંગઠનનાં ભુગર્ભમાં ઉતરી ગયેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પુના જિલ્લા પ્રશાસનવતી અરજદાર ઉજજવલ પવારે જણાવ્યું હતું કે, એલ્ગર પરિષદનાં સભ્યો સામે દેશમાં અરાજકતા અને સરકાર વિરુઘ્ધ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી કરવા સબબ થયેલી તપાસમાં રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદી પર પણ હુમલો કરવાનું બહાર આવતા થલગારના માઓવાદીઓ સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન વડાપ્રધાન પર હુમલાનાં કાવતરાની પેરવી સામે આવતા એલ્ગર પરિષદનાં તમામ ૧૯ આરોપી સામે ૧૬ જેટલા આરોપોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ૮ સામે આતંકવાદ વિરોધી યુએપીએ ધારા હેઠળ વડાપ્રધાન મોદીની હત્યાનું કાવતરૂ જેવી કલમો ઉમેરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.