Abtak Media Google News

શાકભાજી, ફળની લારી-દુકાન, દુધની ડેરીઓ, અનાજ-કીરાણા, પ્રોવિઝન સ્ટોર્સ અને બેકરી સવારે ૭ થી સાંજના ૭ સુધી ખુલ્લા રહેશે: આવશ્યક ચીજવસ્તુઓ અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સિવાયની તમામ દુકાનો અને ઓફિસો સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રહેશે

શહેરમાં એસટી, રીક્ષા, ટેક્સીને શરતી મંજુરી

કોરોના મહામારીના ફેલાવો અટકાવવા ૧૭ મે સુધી લંબાવામાં આવેલા લોકાડાઉન વચ્ચે આખરે જામનગરનો ઓરેન્જમાંથી ગ્રીન ઝોનમાં સમાવેશ થતાં શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આટલું જ નહીં સોમવારથી મોટાભાગના વેપાર,ધંધા અને ઉધોગોને શરૂ કરવાની છૂટછાટ આપતું જાહેરનામું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવતા શહેરીજનોની આતુરતાનો અંત આવ્યો છે. જાહેરનામાં અનુસાર કોમ્પલેક્ષની દુકાનો પણ ખુલી શકશે. વેપાર,ધંધાને ત્રણ ભાગમાં વહેંચી સમય મર્યાદા નકકી કરવામાં આવી છે. આટલું જ નહીં જામનગરનો ગ્રીનઝોનમાં સમાવેશ થતાં જિલ્લામાં એસટી બસ, રિક્ષા,ટેકસીને પણ શરતી મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

તમામ જાહેર તથા કામના સ્થળોએ મોઢા પર માસ્ક પહેરવાનું રહેશે અને સોશ્યલ ડીસ્ટન્સ રાખવાનું રહેશે. જાહેર જગ્યાની કોઇપણ સંસ્થા,મેનેજરે ૫ અથવા વધુ વ્યકિત એકત્ર થવાની પરવાનગી આપવાની નહીં રહે.જાહેર જગ્યા પર થૂંકવા બદલ દંડ ફટકારાશે.

એસટી. બસ સેવા અને બસ ડેપો તેમની ક્ષમતાના ૫૦ ટકા કરતા વધુથી ચાલુ રાખી શકાશે નહીં. ઓટો રીક્ષા તથા ટેકસીમાં ડ્રાઇવર અને અન્ય બે પ્રવાસી અથવા માન્ય બેઠકના ૫૦ ટકા કરતા વધારે પેસેન્જર બેસાડી શકાશે નહીં.

ચાની દુકાન અને લારીઓ, શેરડીના રસ, જયુસની દુકાન-લારી, મીઠાઇ-ફરસાણની દુકાન,લારી,દૂધના માવાની દુકાન, ફાસ્ટ ફુડની દુકાન, કોફી શોપ, જાહેર રસ્તા પર તમામ પ્રકારની ખાણી-પીણીની ચીજ વસ્તુઓ વેચતી લારીઓ, દારૂ, પાન, માવા, ગુટખા, તમાકુ, બીડી, સિગારેટની દુકાનો, ગલ્લા અને એકમો, જાહેર રસ્તા પર બજાર કે ખુલ્લા એરિયામાં પાથરણા પાથરી કોઇ ચીજવસ્તુનું વેચાણ થઇ શકશે નહીં, તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી પીણીના સ્થળ, લારીઓ, ભોજનાલય,  શહેરમાં અલગ અલગ જગ્યાએ ભરાતી શાક માર્કેટ બંધ રહેશે. શાકભાજીનું વેચાણ લારી કે નાના વાહનમાં ફરતા કરી શકાશે.

વતન જવા પરપ્રાંતીયોએ સાદા કાગળ ઊપર જ અરજી કરવાની રહેશે: કલેક્ટર

Jam Collector

જામનગરમાં ઓરિસ્સા, ઉત્તરાંચલ, કેરાલા, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના રહેવાસીઓ હાલમાં અહીં લોકડાઉનમાં જામનગર ખાતે છે. ભારત સરકારના આદેશ અનુસાર હાલ લોકડાઉનની અવધી ૧૭ મેં સુધી લંબાવવામાં આવી છે ત્યારે આ જામનગરમાં રહેલા પરપ્રાંતીય લોકોને  પોતાના રાજ્યમાં જવું હશે તો તેઓ માટે કલેકટર રવિશંકરે ખૂબ સરળ આયોજન કરેલ છે.

કલેકટરે જણાવ્યું હતું કે, જામનગરમાં હાલમાં રહેલા પરપ્રાંતિયોને લોકડાઉનમાં ઘરે જવું હશે તો તેઓએ સાદા કાગળ પર પોતાનું નામ, જિલ્લો,હાલમાં જામનગરના કયા તાલુકામા વસેલ છે તે તાલુકાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ક્યાં રાજ્યમાં જવું છે તેનું નામ, ત્યાંનો જિલ્લો, ખાનગી વાહન દ્વારા જવા ઈચ્છે છે કે રેલવે દ્વારા તે વિગત, જો પોતાના ખાનગી વાહનમાં જવા ઈચ્છતા હોય તો તે વાહનના નંબર, કયા રૂટ દ્વારા જશે તેની થોડી વિગત તેમજ અરજદાર સાથે અન્ય કેટલા લોકો પ્રવાસ કરી રહ્યા છે, તેમાં ખાસ કેટલા બાળકો અને કેટલા વયસ્કો છે તેની વિગત તૈયાર કરી અરજદારે પોતાના કોઈપણ એક આઈ-કાર્ડને તેમાં જોડી તેનો ફોટો પાડી ઈ-મેઈલ આઈડી: gohome.jamgmail.com અથવા તો વોટ્સએપ નં: ૬૩૫૨૬૯૧૯૩૧, ૬૩૫૨૬૯૧૯૩૨, ૬૩૫૨૬૯૧૯૩૩,પર તંત્રને મોકલાવી શકશે.

આ માટે અરજદારે કોઈપણ કચેરીએથી ફોર્મ મેળવવાનું નથી, ઉપરોક્ત જણાવેલ વિગતો સાદા કાગળ પર સ્વચ્છ અક્ષરે લખીને વોટ્સએપ દ્વારા અથવા તો ઇમેલ આઇડી પર મોકલવાનું રહેશે. તદઉપરાંત જો કોઇ અરજદાર પાસે વોટ્સએપ અથવા તો ઇમેલ આઇડીની સુવિધા પ્રાપ્ય નથી તો તે વ્યક્તિ આ વિગતો કાગળ ઉપર તૈયાર કરી ફોન નં.૦૨૮૮-૨૫૪૧૯૬૦ પર ફોન કરી પોતાની વિગતો નોંધાવી શકશે, અને સહાય માટે સંપર્ક કરી શકશે.

શહેરમાં આ દુકાનો, જાહેર સ્થળો અને પ્રવૃતિ સંપૂર્ણ બંધ રહેશે

તમામ પ્રકારની સામાજીક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણીક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો સભા, સરઘસ, સંમેલન, મેળાવડા.

તબીબી સેવાઓ, એર એમ્બ્યુલન્સ, સુરક્ષા હેતુ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી સિવાયની સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય હવાઇ તથા ટ્રેન મુસાફરી.

શાળા, કોલેજો, શૈક્ષણિક, તાલીમ, કોંચિગ સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન તેમજ ડીસ્ટન્સ લર્નિંગ ચાલુ રાખી શકાશે.

સિનેમા હોલ, શોપીંગ મોલ, જીમ્નેશિયમ, રમત ગમત સંકુલ, સ્વીમીંગ પુલ, મનોરંજન પાર્ક, બાર અને ઓડીટોરીયમ, સભાખંડ સહીત તમામ પ્રકારના જાહેર સ્થળો.

શહેર-જિલ્લામા આ દુકાનો ખુલશે

વાણંદ, હાર્ડવેર, બ્યુટીપાર્લર, દરજી, કલરની દુકાન, કલર લેબ, કપડાં, જવેલર્સ, સોના-ચાંદી, જંતુનાશક દવા, ઓટો પાર્ટસ,ખાનગી ઓફીસો સહીત પ્રતિબંધિત સિવાયની તમામ દુકાન ખુલશે.

જિલ્લામાં ફેકટરી, ઉધોગ ચાલુ રાખી શકાશે

જામનગર જિલ્લામાં તમામ પ્રકારના ઉધોગ, ફેકરટીના ઉત્પાદન એકમો ચાલુ રાખી શકાશે. જેનો સમય સવારે ૭ થી સાંજે ૭ નો રહેશે. સતત પ્રક્રિયાવાળા એકમો સરકારના શ્રમ વિભાગની સૂચના મુજબ નિયત પાળી એટલે કે શિફટને અનુસરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.