Abtak Media Google News

આપણે ઘણી ગન કે બંદુક વિશે જાણીએ છીએ પરંતુ આજે આપણે વાત કરીએ છીએ દુનિયાનુ એક ખતરનાક હથિયાર AK 47 વિશે. આ હથિયારે જેટલી તરક્કી કરી છે. તેટલી ભાગ્યે જ કોઇ બીજી રાઇફલે કરી હશે. આજે આપણે તેના વિશેની દરેક બાબત જાણીશુ.

Advertisement

– AK 47નુ પુરુ નામ છે. ઓટોમેટિક કલાશ્ર્નિકોવ ૪૭ આ રાઇફલ ૧૯૪૭માં બની હતી. તેના શોધક મિખાઇલ કલાશ્ર્નિકોવના નામ પરથી તેનુ નામ રાખવામાં આવ્યુુ.

– બીજા વિશ્ર્વ યુધ્ધ દરમિયાન એક ટેંક કમાંડર મિખાઇલ કલાશ્ર્ચિકોવ ખભા પર ઇજા થવાથી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા ત્યાં તેમણે સેવિયત રાઇફલની ફરિયાદ કરવાવાળા ઘાયલ સૈનિકોને સાંભળ્યા અને તેને બદલવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ હથિયાર ડિઝાઇનરના રુપમાં પોતાનું કેરિયર શરુ કર્યુ. પછી ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી ૫ વર્ષની સખત મહેનત પછી એક વસ્તુ બનાવી જેને આજે આપણે AK 47કહીએ છીએ.

– ૧૯૪૭માં પહેલી AK 47 બની અને ૧૯૪૯ પછી આ જ સુધી આ રાઇફલ સેવિયત અને રસી સેનાની સ્ટાન્ડર્ડ રાઇફલ બની ગઇ છે. ત્યારે તેના નિર્માતા પાસે સ્ટાલિન પ્રાઇઝ અને રેડ સ્ટારના ઓર્ડર આવ્યા હતા.

– અફધાનિસ્તાનથી લઇને જિમ્બામ્વે સુધી દુનિયાના ૧૦૬ દેશોની મિલિટ્રી અને થોડા સ્પેશ્યલ ફોજીઓ આજ AK 47ના પ્રયોગ કરે છે.

– AK 47દુનિયાની એકમાત્ર એવી રાઇફલ છે. જેને બાળકો પણ સરળતાથી ચલાવી શકે છે. આજ કારણે તમે  AK 47 ચલાવતા બાળકોના ફોટા જોઇ શકો છો.

– AK 47 દુનિયાની એવી રાઇફલ છે જે કોઇપણ વાતાવરણમાં કામ કરી શકે છે. એટલે કે પાણી રેતી, માટી વગેરે કોઇપણ જગ્યાએ કામ કરી શકે છે.

– દુનિયામાં કોઇ બીજી બંદુક કરતા સૌથી વધારે AK 47 ને જ કોપી કરવામાં આવે છે. આ રાઇફલ ફક્ત ૮ ભાગોને જોડીને બનાવવામાં આવે છે. તેને એક મિનિટથી ઓછા સમયમાં જોડી શકાય છે.

– AK 47દુનિયાની સૌથી વધારે ગેરકાયદેસર રીતે વહેંચાતી રાઇફલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.