Abtak Media Google News

સદીના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચનએ આજ સુધી બોલીવુડના શહેનશાઇ માનવામાં આવે છે. પરંતુ અમિતાભ બચ્ચન પોતાની જીંદગીમાં ઘણી એવી ભુલો કરી છે. જેને લીધે તેઓ આજે પણ પછતાય રહ્યા છે. તો ચલો જાણીએ બોલવુડના મહાનાયકની આ ભુલો વિશે..

– ની શબ્દ

ફિલ્મ નીશબ્દમાં પોતાનાથી પણ ઘણી નાની ઉંમરની હિરોઇન સાથે અમિતાભે ઇશ્ક ફરમાયું હતું. જે દર્શકોને બુલકુલ પસંદ આવ્યુ નહીં આ ફિલ્મ અમિતાભના ફિલ્મની હિરોઇન જીયા ખાન સાથે ઘણા બોલ્ડ સીન હતા જે દર્શકોએ નકારાવ્યા હતા. પોતાની ફિલ્મી કરીયરમાં આવી બોલ્ડ ફિલ્મ આપીને અમિતાભે આજે પણ પછતાય રહ્યા છે.

– રાજનીતી

૧૯૮૪માં ઇલ્હાબાદના ઇલેક્શન જીત જીત્યા બાદ પણ બોલીવુડના શહેનશાહ ત્રણ વર્ષની અંદર જ ઇલ્હાબાદની રાજનીતી સ્થિતિથી આત્મસમર્પણ કર્યુ હતું.  જેના વિશે અમિતાભને પુછવામાં આવ્યુ તો તેમનો જવાબએ હતો કે સરકારી મુદે ભટકવુ ખોટુ છે. તેઓએ સમયે સમજી ગયા હતા કે રાજનીતીક ક્ષેત્રમાં ભાવનાઓ પુરી રીતે અલગ છે. એટલે તેમણે આત્મ સમર્પણ કર્યુ.

– બુમ

બુમએ થર્ડ ગ્રેડ અને વલ્ગર મુવી હતી. પરંતુ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને કેટરીના કેફે આ મોશન પિક્ચરમાં કામ કર્યુ આજે પણ અમિતાભ અને કેટરીના પોતાના આ ફિલ્મના દ્રશ્ય જોઇઅને શર્મીદગી મહેશુસ કરી રહ્યા છે.

– મીડીયાથી સમસ્યા

અમિતાભ બચ્ચન ૧૯૯૫માં મિડિયા હાઉસ સાથે ઘણા વિવાદ થયા હતા.  ત્યા સુધી કે બીગ બી સ્ટાર ડસ્ટને બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેઓ આ કામમાં સફળ રહ્યા નહી. ત્યાર બાદ મિડિયા સાથે પોતાના વિવાદને લઇને બીગ-બી બીજા ઘણા સમસ્યાઓથી પરેશાન રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.