Abtak Media Google News

અરૂણાચલ પ્રદેશની સરહદે ચીન વસ્તીમાં ભારે ઉછાળો: ભારત માટે જોખમી સ્થિતિ.

અળવીતરા ચીને ફરી લખણ ઝળકાવી ભારતનાં અરૂણાચલ સરહદ નજીક મોટાપાયે ખોદકામ શરૂ કર્યા છે. ચીની અહેવાલો મુજબ અહીંના લુન્ઝે કાઉન્ટીમાં અંદાજે ૪ લાખ કરોડથી વધુની કિંમતનો સોના-ચાંદીનો જથ્થો મળી શકે તેવો દાવો કરાયો છે અને આ ખાણને લઈ ભારતની સરહદ નજીક ચીનીઓની વસ્તીમાં મોટાપાયે ઉછાળો આવે તેવી શકયતા પણ જોવાઈ રહી છે.

Advertisement

તિબેટને લઈ વર્ષોથી ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ડ્રેગને દક્ષિણ ચીન સમુદ્રની જેમ જ અહીં પણ અળવીતરા ચાલુ કર્યા છે. દક્ષિણ ચીનનાં લુન્ઝે કાઉન્ટી વિસ્તાર કે જે ભારતની અરૂણાચલ પ્રદેશની સરહદને અડોઅડ આવેલ છે ત્યાં ચીને સોના-ચાંદીની ખાણ શોધી કાઢી છે અને મોટાપાયે ખોદકામ પણ શરૂ કરી દીધું છે. આથી ભારતને ભવિષ્યમાં મોટા ખતરાનો સામનો કરવો પડશે.

હોંગકોંગ સ્થિત દક્ષિણ ચીન મોનિંગ પોસ્ટનાં અહેવાલ મુજબ ભારતની સરહદને અડીને આવેલ લુન્ઝે કાઉન્ટીમાં ખાણકામ પ્રવૃતિ શરૂ કરાઈ છે અને આંતરરાષ્ટ્રીય કિંમત મુજબ અહીંથી ૬૦ અબજ ડોલરની કિંમતનો સોના-ચાંદીનો જથ્થો મળી શકે તેમ હોવાનો દાવો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે ચીન ખાણકામની આડમાં ફરી એક વખત અરૂણાચલ પ્રદેશ અને તિબેટનો હિસ્સો મેળવવાના ભાગરૂપે આ પ્રયાસ કરી રહ્યું હોવાનું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

તેવામાં વડાપ્રધાન મોદી અને સી-જીનપીંગ વચ્ચે મુલાકાત બાદ પાછળથી તુરંત જ આવું પગલુ ભરતા નવા-જુનીનાં એંધાણો મળી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.