Abtak Media Google News

રૂ. ૧ લાખની કિંમતનો ૭૦૦ મણ ઘાસચારો બળીને ખાખ: જાન હાની ટળી

ઓખા મંડળના આરંભડા ગામની રામેશ્ર્વર ગૌશાળામાં તા.૧૩ના બપોર. ૧૧ વાગ્યાની આસપાસ અહી વિશાળ જથ્થામાં પડેલી નીણમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ અંગેની જાણ ઓખા નગરપાલિકામાં કરતા ચીફ ઓફીસર ચેતનભાઇ ડોડીયાએ ઓખા નગરપાલિકાની ફાયર બ્રિગેટ ટીમને તાબળતોડ ઘટના સ્થળે મોકલી દીધી હતી. અહી ફાયર ટીમે પાંચ કલાક પાણીના ફાયર ઓપરેશનથી આગને કાબુમાં લીધી હતી.

Advertisement
Gujrat News | Okha
gujrat news | okha

અહીં કુલ ૧૦ થી ૧પ ગાડી નીણનો જથ્થો પડેલ હતો જેમાંથી બે થી પ૦૦ મણ જેટલી નીણ બળીને ખાક થઇ ગઇ હતી. પરંતુ ઓખા નગરપાલિકા ફાયર ઇન્ચાર્જ માનણભા જગતીયા અને તેમની ટીમ દ્વારા સફળ સમય સુચકતાથી નીણનો મોટો જથ્થો બચી ગયો હતો અને કોઇ જાન હાની થઇ ન હતી. અને આ આગનું કારણ પણ જાણવા મળેલ ન હતું મીઠાપુર પોલીસ આ અંગેની તપાસ ચલાવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.