Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં આવેલી કાપડ માર્કેટમાં  આગના બનાવો બનતા હોય છે. ત્યારે આજે રિંગરોડ પર આવેલી મિલેનિયમ-1 કાપડ માર્કેટમાં આગ ફાટી નીકળી હતી. જેથી વેપારીઓ અને ગ્રાહકોની વચ્ચે અફડાતફડી સર્જાઈ હતી. લોકોના ટોળા બહાર દોડી આવ્યાં હતાં. જો કે, આગથી ધુમાડો વધુ નીકળ્યો હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ ઓક્સિજન સિલિન્ડર સાથે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો આદરવામાં આવ્યાં હતાં.

Advertisement

રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ-1 માં આગનો બનાવ સામે આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જેથી માન દરવાજા,ડુંભાલ અને નવસારી બજાર ફાયર મથકોની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે.

આગ કાપડના જથ્થામાં લાગી હોવાથી ધુમાડો ભારે નીકળ્યો હતો. જેથી ગૂંગળામણની અસરથી બચવા માટે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા મોં પર ઓક્સિજન માસ્ક સાથેના સિલિન્ડર સાથે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે ત્યાં એકઠાં થયેલા લોકો મોં પર રૂમાલ બાંધેલા જોવા મળ્યાં હતાં.

ભાવેશ ઉપાધ્યાય

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.