Abtak Media Google News

અંદાજીત રૂ.૧૫ લાખનું નુકશાન: કોઈ જાનહાની નહીં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએફડીડી હોલમાં રવિવારે સાંજના સ મયે અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડાતફડી મચી ગઈ હતી. એન.એફ.ડી.ડી. હોલમાં આવેલ ર્મલ લેબમાં શોર્ટ-સર્કિટનાં કારણે આગ ફાટી નીકળી હતી. જો કે ઘટના સમયે હાજર વિર્દ્યાી અને સિકયુરીટી ગાર્ડ દ્વારા સમય સુચકતા દાખવી અગ્ની શામક યંત્રો દ્વારા આગ બુઝાવવાનું શરૂ કરાયું હતું. જો કે, આગ મોટી હોય ફાયર બ્રિગેડને તુરંત જાણ કરવામાં આવી હતી. જેી એક ફાયર ફાઈટર સો ફાયર બ્રિગેડનો સ્ટાફ એનએફડીડી હોલ પર પહોંચી ગયો હતો અને અળધી કલાકમાં જ આગ બુઝાવી હતી.

એનએફડીડી હોલના આસિસ્ટન્ટ ડાયરેકટર માધવીબેન પટેલના જણાવ્યા અનુસાર રવિવારે સાંજના ૭ વાગ્યાની આસપાસ સમગ્ર એનએફડીડી ભવનની ઈલેકટ્રીક પેનલમાં સૂર્યના આકરા તાપી આગ લાગી હતી અને જો કે સમય સુચકતા દાખવતા ફાયર બ્રિગેડની મદદી આગ બુઝાઈ ગઈ હતી. તેમ છતાં પણ અંદાજે રૂ.૧૫ લાખનું નુકશાન યું હોય તેવો અંદાજો લગાવી શકાય તેમ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આકરા તાપનો સીધો પ્રકાશ ઈલેકટ્રીક પેનલ રૂમમાં પડતાં શોર્ટ-સર્કિટ વાી આગ લાગી હતી. જો કે, ઈલેકટ્રીક પેનલ રૂમ સિવાય આજુબાજુના કોઈ વિસ્તારમાં આગ લાગી ન હતી. ઘટના સમયે હોલના સીકયુરીટી ગાર્ડ અને ભવનના બે વિર્દ્યાીઓને જાણ તાં. અગ્નિશામક યંત્રો દ્વારા આગ બુઝાવવાની કોશીષ કરાઈ હતી જો કે આગે મોટુ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એક ફાયર ફાઈટર સો ફાયર બ્રિગેડની ટીમે અડધી કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. સદનશીબે કોઈને જાનહાની પહોંચી નહોતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.