Abtak Media Google News
Firm, Soft, Firm, Prajavatsal Chief Minister Bhupendra Patel'S Successful Good Governance Completes Two Years
Firm, soft, firm, Prajavatsal Chief Minister Bhupendra Patel’s successful good governance completes two years

અસાધારણ મકક્મતા અને આગોતરા આયોજન દ્વારા બીપરજોય વાવાઝોડા સામે પ્રજાને સુરક્ષા આપી

બેટ દ્વારકાથી સોમનાથ સુધી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી તીર્થયાત્રા કોરીડોરનો પાયો નાખ્યો: પ્રજાની સુરક્ષા-સુખાકારીને વધારતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રાજ્યના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીના શાસનકાળમાં નાગરિકોની સુખાકારીને લઈને કેટલીય યોજના અમલમાં મૂકવામાં આવી છે. દાદાના હુલામણા નામથી ઓળખાતા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દમદાર નેતૃત્વમાં રાજ્યએ કેટલાય નવા આયામો સર કર્યા છે. કુદરતી આફત સમયે હરહંમેશ દાદાના નેતૃત્વમાં ઉમદા કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં 2400થી વધુ અમૃતમ સરોવરના નિર્માણ કરવામાં આવ્યા છે. સતત બીજા વર્ષે પણ કોઈ પણ નવા કરવેરા નાખ્યા વિના 3 લાખ 1 હજાર 22 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું. જી20ની બેઠકનું પણ ગુજરાતમાં સફળ આયોજન કરી ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂરવાર કર્યું કે રાજ્યની સત્તા સક્ષમ હાથોમાં છે. રાજ્યમાં 7 લાખ જેટલા ભુલકાને શાળા પ્રવેશોત્સવ દ્વારા આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો. તો રોજગારી આપવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવે છે. રાજ્યમાં 4900 જેટલા વર્ગખંડોના બાંધકામની શરૂઆત કરી શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી છે. સિંચાઈ ક્ષેત્રે પણ રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોને ફાયદો થયો છે. રાજ્યના પશુધનની પણ સરકાર ચિંતા કરે છે અને તેથી જ રાજ્યના 96 લાખ પશુને રસીકરણ આપવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોને વ્યાજ્ખોરીના ચુંગાલમાંથી બચાવવા 4 હજાર લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાધામના વિકાસ માટે રૂ.334 કરોડના 64 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુશાસનનાં બે વર્ષ પુરા કર્યા છે અને આ બે વર્ષમાં તેઓએ જનકલ્યાણ, લોકહિત અને સર્વસ્પર્શી નિર્ણયો કરીને ગુજરાતને એક નવી જ ઊંચાઈ ઉપર લઇ ગયા છે.આ માટે તેઓ અભિનંદનના અધિકારી છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે,

મૃદુ, મક્કમ,કર્મઠ તથા દ્રઢ નિશ્ચયી, નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 13 સપ્ટેમ્બર 2023ને બુધવારના રોજ પોતાના કાર્યકાળનાં  બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને આગળ ધપાવતા  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ  આ બે વર્ષમાં સંખ્યાબંધ લોક કલ્યાણ લક્ષી નિર્ણયો લીધા છે જેનો લાભ ગુજરાતની પ્રજાને મળ્યો છે એટલું જ નહી પણ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત અગ્ર ક્રમે અગ્રેસર રહ્યું છે.

Firm, Soft, Firm, Prajavatsal Chief Minister Bhupendra Patel'S Successful Good Governance Completes Two Years
Firm, soft, firm, Prajavatsal Chief Minister Bhupendra Patel’s successful good governance completes two years

રાજુભાઈ ધ્રુવે  ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં માં ભાજપ સરકારે લીધેલા નિર્ણયો અંગે વિગતવાર જણાવતા કહ્યું છે કે, તાજેતરમાં જ  જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઇ છે અને તેનો લાભ બહોળા વર્ગને મળશે. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે (પ્રમુખ, મેયર, સરપંચ) ર7 ટકા અનામત રહેશે. આ ઉપરાંત બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે  ત્વરિત નુકશાન માટે યોગ્ય વળતર સહાય ચૂકવી અને 240 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરી મોટી વસ્તીને રાહત આપી છે.

તેમણે કહ્યું છે કે, તાજેતરમાં જ સંપન્ન થયેલી જી20 સમિટ અંતર્ગત કેટલીક બેઠકનું ગુજરાતમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું .ગાંધીનગરમાં જી-20 એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકનું થયું આયોજન કરાયું હતું અને આ સિવાય  જી-20 અંતર્ગત 3જી નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાયી જેમાં  સિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ ગુજરાતને વિશ્વના નકશા ઉપર મુકવાનો શ્રેય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જાય છે.

Firm, Soft, Firm, Prajavatsal Chief Minister Bhupendra Patel'S Successful Good Governance Completes Two Years
Firm, soft, firm, Prajavatsal Chief Minister Bhupendra Patel’s successful good governance completes two years

શિક્ષણ ક્ષેત્રે પણ ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુંદર કામગીરી થઇ છે. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનું સફળતા પૂર્વક આયોજન થયું. 27 જિલ્લાઓની 27,368 પ્રાથમિક શાળાઓની 46,600 થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી. 9 લાખ 77 હજાર ભુલકાઓનો આગણવાડી પ્રવેશ- ધોરણ-1 માં 2.30 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.

માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને ’અસ્મિતા’ જાળવી શકાય તે માટે ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ કરજિયાત કરતો કાયદો બનાવ્યો છે.

ગુજરાતમાં ભાજપની સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણય લેનારી બની રહી છે. મુખ્યમંત્રીએ  રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય લઈને મોટો લાભ આપ્યો હતો. આ ઉપરાંત 100 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા 3. 417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

Firm, Soft, Firm, Prajavatsal Chief Minister Bhupendra Patel'S Successful Good Governance Completes Two Years
Firm, soft, firm, Prajavatsal Chief Minister Bhupendra Patel’s successful good governance completes two years

ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપ સરકારે લોકોના આરોગ્યનું પણ પૂરું ધ્યાન રાખ્યું છે અને કોઈ સારવાર વગરનું ન રહે તેવી કાળજી રાખી છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ઉમેર્યુ છે કે  ઙખઉંઅઢ-મા યોજના અંતર્ગત તા.11 જુલાઈથી રાજ્યના નાગરિકોને  5 લાખની મળતી સહાય વધારીને રૂ. 10 લાખ સુધીની કરવામાં આવી છે.

ભુપેન્દ્રભાઈ પટેલે યુવાઓને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતીનું આયોજન સરકારે કયું છે આ સિવાય રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે 10,338 જેટલી લોક સંવર્ગની ભરતી, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને 1,287 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી . વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી 8,000 ભરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને લોકો સલામતીનો અનુભવ કરે  તે માટે સરકાર મક્કમ છે. સરકારે કરોડો રૂપિયાનું ડ્રગ ગુજરાતમાં આવતું અટકાવ્યું છે.  આ સિવાય સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (જઝ)ની રચના કરવામાં આવી છે.

Firm, Soft, Firm, Prajavatsal Chief Minister Bhupendra Patel'S Successful Good Governance Completes Two Years
Firm, soft, firm, Prajavatsal Chief Minister Bhupendra Patel’s successful good governance completes two years

ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં સરકારે દરેક વર્ગનું ધ્યાન રાખ્યું છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોને પેન્શન તથા વિમા જેવી નાણાંકિય યોજનાના લાભ સરળતાથી મળી રહે તે માટે 7 લાખથી વધુ શ્રમિકોને ઈ-શ્રમ હેઠળ રજિસ્ટર કરવામાં આવ્યાં છે.  7 લાખથી વધુ શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે,  શહેરી વિકાસને વેગ મળે અને નાગરિકોને સુખાકારી આપવા રાજ્યમાં 25 જેટલી નવી ટી.પી.સ્કીમો મંજૂર કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે,  રાજકોટ ખાતે હીરાસર એરપોર્ટનું નિર્માણ થયું તેમાં પણ ગુજરાત સરકારની ખાસ ભૂમિકા રહી છે અને આજે સરકારી  પ્રયાસોથી રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને સુવિધા મળી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવાસન અને યાત્રાધામોનો પણ વિકાસ કર્યો છે તેમ જણાવી રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે,અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનો મઢ-નારાયણ સરોવર, કોટેશ્વર, માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ એ સરકારની પ્રાથમિકતા છે.

દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યાત્રાધામ કોરીડોર બનાવી દ્વારકા નગરીના મૂળ વૈભવને પુન: સ્થાપિત કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે.

રાજુભાઈ ધ્રુવે અંતમાંગુજરાતના ચોતરફા અને સંતુલિત વિકાસ બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેતૃત્વ હેઠળ સમગ્ર ભાજપ સરકાર ને અભિનંદન તથા શુભેચ્છા  આપી છે.

Firm, Soft, Firm, Prajavatsal Chief Minister Bhupendra Patel'S Successful Good Governance Completes Two Years
Firm, soft, firm, Prajavatsal Chief Minister Bhupendra Patel’s successful good governance completes two years

33,000 થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી

શાળા પ્રવેશોત્સવના 20માં તબક્કાનું સફળતા પૂર્વક આયોજન થયું. 27જિલ્લાઓની 27,368 પ્રાથમિકશાળાઓની 46,600થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. 9 લાખ 77 હજાર ભુલકાંઓનો આંગણવાડી પ્રવેશ ધોરણ-1માં 2.30લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો માટે ઓનલાઈન પાસ સુવિધ. ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ-2023’અનુસાર રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,000 થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી.  ધોરણ 1 થી 8માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે 25,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવા માટેની યોજનાની જાહેરાત કરી. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ,4,900 થી વધુ વર્ગખંડોના બાંધકામની કામગીરી શરૂ અને 13,700 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સના ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ.

4,000 જેટલા લોકદરબાર યોજવામાં આવ્યા

મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્ર્ગ્સને ઘૂસતું અટકાવ્યું છે. જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે. માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને “અસ્મિતા” જાળવી શકાય તે માટે ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરતો કાયદો બનાવ્યો. રાજ્યના સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે 4,000 જેટલા લોકદરબાર યોજવામાં આવ્યા જેમાં 1,29,000થી વધુ લોકો હાજર રહ્યા. 22 હજાર જેટલા લોકોને સરકાર દ્વારા 261.97 કરોડ રૂપિયાની લોન અપાવી. સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (જ.ઈં.ઝ)ની રચના કરાઈ. ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડકમાન્ડએન્ડકંટ્રોલસેન્ટર (શ3ઈ)નેનેશનલઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો. રાજ્યમાં ખાસ મહિલા એસ.આર.પી. બટાલિયન સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

Firm, Soft, Firm, Prajavatsal Chief Minister Bhupendra Patel'S Successful Good Governance Completes Two Years
Firm, soft, firm, Prajavatsal Chief Minister Bhupendra Patel’s successful good governance completes two years

અરવલ્લી, ડાંગ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં નવી મેડીકલ કોલેજની જાહેરાત

PMJAY-મા યોજના અંતર્ગત તા.11જુલાઈથીરાજયનાનાગરિકોનેરૂ. 5 લાખની મળતી સહાય વધારીને રૂ. 10લાખસુધીનું આરોગ્ય વીમા કવચની શરૂઆત. ’વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં ગત 6 મહિનમાં 1.5 લાખથી વધુ ડાયાલિસીસ કરવામાં આવ્યા. રાજ્યમાં 3,32,35,291 આભા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે. શાળા પ્રવેશોત્સવથી રાજ્યના1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભઆરોગ્યમાટેબજેટમાં 15,182 કરોડરૂપિયાનીમાતબરરકમનીફાળવણી. રાજ્યમાં માતૃ અને બાળ કલ્યાણ પર વિશેષ ધ્યાનકેન્દ્રિત. અરવલ્લી, ડાંગ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં નવી મેડીકલ કોલેજ સ્થાપાશે.

બીપરજોય સામે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચથી મોટી જાનહાની અને નુકસાન ટાળી શકાયું

જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ. ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામત રહેશે. માટી મારો દેશના રાજ્યવ્યાપી અભિયાનમાં 15,136 શિલાફલકમની સ્થાપના 15,58,166 નાગરિકોએ સેલ્ફી અપલોડ કરી 21,28,105 નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ 16,336 અમૃત વાટિકાનું નિર્માણ 12,28,025 રોપાઓનું વાવેતર, વીર વંદના હેઠળ 29,925 વીરો/વીરાંગનાઓ તેમજ પરિવારોનું સન્માન કરાયું.  21,01,085 નાગરિકોએ ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા છે. બીપરજોય સામે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચથી મોટી જાનહાની અને નુકસાન ટાળી શકાયું. બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે ₹.11.60 કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી અને 240 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ.  19 થી 21 મે રાજ્યની સરકારની દસમી ચિંતન શિબિરનું આયોજન થયું. નર્મદા જિલ્લાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રી રોકાણ કરીને બે દિવસ વિતાવ્યા. ગ્રામજનો સાથે સંવાદ કરીને વિવિધ યોજનાના લાભાર્થીઓના પ્રતિભાવ જાણ્યા. 2400થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે, ગુજરાતમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.