Abtak Media Google News

27 કેસ દફતરે કરાયા, જયારે 6 કેસ પેન્ડિંગ

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા 41 કેસો પૈકી 8 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શહેર વિસ્તારના 4 અને ગ્રામ્ય વિસ્તારના 4 કેસનો સમાવેશ થાય છે

ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 41 કેસો પૈકી 27 કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા 6 કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.

આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી  સંદિપ વર્મા, તેમજ  પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.