Abtak Media Google News

32 કેસો પૈકી માત્ર 3માં પોલીસ ફરીયાદ દાખલ કરવાનો નિર્ણય

રાજકોટમાં ચાલુ ત્રણ જમીન માફીયાઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેન્ડ ગેબ્રિગના કાયદાનો લોકો ખોટી રીતે ફાયદો લઇ રહ્યા છે. અથવા વહીવટી વિભાગ દ્વારા એફઆઇઆર દાખલ કરવાના નિર્ણયમાં ઢીલ દાખવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 3ર કેસો પૈકી માત્ર ત્રણ કેસમાં જ પોલીસ ફરીયાદનો નિર્ણય લેવાયો છે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લાએન્ટી લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા 32 કેસો પૈકી 3 કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-2020 અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 32 કેસો પૈકી 28 કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા 1 કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો.

આ બેઠકમા પોલીસ કમિશનરશ્રી રાજૂ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર એસ.જે.ખાચર, પ્રાંત અધિકારી સંદિપ વર્મા,  કે.જી.ચૌધરી, વિવેક ટાંક તેમજ  પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.