Abtak Media Google News

નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાવિકો મા ખોડલના જય જયકાર સાથે પદયાત્રા થકી ખોડલધામ પહોંચી ધ્વજારોહણ કરશે

દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે   ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા  ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે.શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન  નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની બહોળી સંખ્યામાંશ્રદ્ધાળુઓ જોડાશે અને ખોડલધામ પહોંચી મા ખોડલના દર્શન કરી, આશીર્વાદ લેશે. કાગવડ ગામથી  ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન  ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 12મા વર્ષે પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે.  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ષ 2011થી આસો મહિનાની નવરાત્રિના પ્રથમ નોરતે   ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે 26 સપ્ટેમ્બરના રોજ સવારે 7-00 કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે.   ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાનારા આ પદયાત્રામાં  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ,  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ,   ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય ક્ધવીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, અન્ય સમિતિઓ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.