Abtak Media Google News

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા:, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર દર્શિતાબેન શાહ વિગેરે દ્વારા ‘ફલેગ માર્ચ’ અપાઇ

અબતક, રાજકોટ

એસ્ટ્રોન ચોક જન ઔષધિ કેન્દ્ર પર જન ઔષધિ સંકલ્પ યાત્રાની ‘જન ઔષધિ એકસપ્રેસ’ થીમ સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત ‘જન ઔષધિ સપ્તાહ’ ના પ્રથમ દિવસની જન ઔષધિ એકસપ્રેસની થીમ સાથે જન ઔષધિ સંકલ્પયાત્રાની એસ્ટ્રોન ચોક ખાતે આવેલ જન ઔષધિ કેન્દ્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે. મેયર ડો. દશિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ

કિશનભાઇ ટીલવા તથા કેન્દ્ર સંચાલક ચિરાગભાઇ કણસાગરા દ્વારા દીપ પ્રાગટય કરીને જન ઔષધિ એકસપ્રેસ જન ઔષધિ સંકલ્પ યાત્રાને ફલેગ ઓફ કરવામાં આવી હતી.

આ સંકલ્પ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકોએ એસ્ટ્રોન ચોકથી જીલ્લા પંચાયત ચોક સુધી પદયાત્રા કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સંકલ્પયાત્રામાં જનઔષધિ કેન્દ્રના સંચાલક ચિરાગભાઇ કણસાગરા તથા યોજનાના નોડલ ઓફીસર કલ્પેશભાઇ રાવલ દ્વારા ઉપસ્થિત અતિથિવિધીઓનો આભાર વ્યકત કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.