Abtak Media Google News

ચોરી કરવા આવેલા ગીર સોમનાથ જિલ્લાના કુખ્યાત શખસોએ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત

દોઢ વર્ષ પહેલાં મૃતકના ભાઈની હત્યા કરનાર આરોપીએ એ જ માતા પુત્રની હત્યા કરી

ખાંભા તાલુકાના પાટી ગામે વૃદ્ધ ખેડૂત માતા પુત્રની હત્યાની ચકચારી ઘટનામાં પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં તપાસ કરતા અગાઉ એક પુત્રની હત્યા નિપજાવનારા આરોપીઓએ જ આ માતા પુત્રની હત્યા કરી હોવાની ઘટસ્ફોટ થયો છે.

આ અંગે અમરેલી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસપી હિમકસિંહે વિગતો આપતા જણાવ્યું કે, પોલીસ દ્વારા શકદારોને ચેક કરવામાં આવ્યા હતા અને તેના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન એક કડી હાથે લાગી હતી. પોલીસે મનસુખ ઉર્ફે મુન્નો નાનજીભાઈ વાઘેલા (ઉ.વ.37, રહે.ફાટસર,ગીર સોમનાથ) અને તેનો ભાઈ નરેશ નાનજી વાઘેલા (ઉ.વ.21)ને પકડી પાડયા હતા.

આ બાદ હકીકત સામે આવી હતી કે, મનસુખ અગાઉ પાટી ગામની બાજુમાં આવેલ નેસડી ગામની સીમમાં વાડી ભાગ્યું રાખી રહેતો હોય, જેથી સુરેશભાઈની વાડી મકાનથી વાકેફ વળી, મરણ જનાર સુરેશભાઇ લોકોને પૈસાની જરૂરીયાત હોય, તો પૈસા ઉછીના આપતા હોવાનું જાણતો હતો. જેથી પૈસાની જરૂરીયાત પડતા મનસુખ તથા તેનો ભાઈ નરેશ એમ બન્ને ગઇ તા.26/06ના રોજ પાટી ગામે ચોરી કરવાના ઇરાદે રાત્રીના આશરે દસેક વાગ્યે આવેલ, ત્યાં વાડીએ સુરેશભાઇ જાગતા હતા અને બન્નેને ઓળખી જતા, મનસુખે ખેતીના ઓજાર ખંપાળી વડે માથામાં મારતા, પડી જતા હાથમાંથી કુહાડી લઇ માથામાં તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવેલું હતું.બાદ વાડીમાં આવેલ મકાને જતા સુરેશભાઇના માતા દુધીબેન રૂમની બહાર સુતા હતા અને મકાનના રૂમમાં તાળુ મારેલું હતું. જેથી દુધીબેનને મકાનના રૂમની ચાવી તથા પૈસા આપવા કહેતા, આ વખતે દેકારો કરવા લાગતા આરોપી મનસુખ પાસેથી નરેશએ કુહાડી લઇ, દુધીબેનને માથામાં ગંભિર ઇંજા કરી મોત નિપજાવેલું હતું.બાદમાં મકાનના રૂમનું લોક તોડી અંદર તપાસ કરતા કોઇ રોકડ રકમ નહિં મળી આવતા. આ બન્ને ત્યાંથી નાસી ગયા હતા.જેથી પોલીસે બંનેની ધરપકડ કરી છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે આજથી અઢી વર્ષ પહેલા આરોપી મનસુખ ઉર્ફે મનો પાટી નેસડી ગામની સીમમાં મજુરી કામ કરતો હતો. તે વખતે મરણજનાર સુરેશભાઇના ભાઇ અરવિંદભાઇની વાડીએથી લાકડા તથા બોર લઇ ગયેલ હોય જે બાબતે ઠપકો આપતા મનદુ:ખ રાખી, લાકડાના બડીયા વતી માથામાં ગંભીર ઇજાઓ કરી, મોત નિપજાવેલું હતું. જે અંગે અરવિંદભાઇના પત્નીએ ફરિયાદ આપ તા ખાંભા પોલીસ સ્ટેશનમાં ખુનનો ગુનો રજી. થયેલ, જે ગુનામાં આ મનસુખની અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ હતો.જેથી આ ગુનામાં પોલીસે તે દિશામાં તપાસ કરતા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.