Abtak Media Google News

Screenshot 8 15 મામલતદાર દોડી ગયા: સવારે બે કલાકમાં બે ઈંચ, વિજળી ગુલ સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી

બિયરજોય વાવાઝોડાને લઈ ઉપલેટા પંથકમાં  ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડતા છેલ્લા 24 કલાકમાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ પડયો હતો ગત રાત્રે અરણી ગામ પાસે રસ્તો  બંધ થઈ જતા મામલતદાર ઘસી ગયા હતા.

શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવનને કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા છેલ્લા 24 કલાક દરમ્યાન પાચ ઈંચ કરતા ધીમીધારે વરસાદ નોંધાયતા સમગ્ર પંથકમાં  ઠંડક પ્રસરી ગઈ છે. આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકમાં વધુ સવા બેઈંચ વરસાદ  વરસતા જનજીવન ઠપ્પ થ, ગયું છે. સવારથી સમગ્ર શહેરમાં વિજળી ગુલ થઈ ગઈ છે.જયારે  ભાયાવદરથી અરણી ગામે જતા રસ્તામાં મોટા વૃક્ષો પડી જતા રસ્તો બંધ થઈ જતા વહેલી સવારે મામલતદાર મહેશ ધનવાણી ઘસી જઈ રસ્તો ચાલુ કરાવેલ હતો

Screenshot 6 17

ભારે પવન અને વરસાદને કારણે કયાંય જાનહાનીના બનાવ બનવા પામ્યો નથી. ગત સવારથી જ મામલતદાર ઓફીસે ખુદ મામલતદાર જ કંટ્રોલ રૂમ સંભાળી રહ્યા છે. સમગ્ર ટીમ  તાલુકાના  ગ્રામ્ય વિસ્તાર સાથે સતત સંપર્કમાં રહી છે. આ અંગે  મામલતદાર  ધનવાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે લોકોએ કોઈ જરૂરી કામ વગર બહાર નીકળવું નહી જયારે જરૂર પડે ત્યારેજ વિજળી ચાલુ કરવી માલધારી ભાઈઓ એ પોતાના ઢોર ઢાખરને બાંધવા નહી ખુલ્લા મેદાનમાં છુટા રાખવા અને નદી નાળા  વિસ્તારમાં જવુ નહી તેમ જણાવેલ હતુ.

શહેરમાં રેડીયો ફેરવાયો

મામલતદાર અને નગરપાલીકા દ્વારા બિપરજોય વાવાઝોડાને  કારણે લોકોને સાવચેત કરવા અને લોકોને  સલામતી માટે અકે માઈક ફેરવી લોકોને વાવાઝોડાથી કેમ બચવું તેની જાણકારી અપાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.