Abtak Media Google News

લોકો મેદસ્વિતા અને વજન ઘટાડવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે અને પરિણામ સ્વરૂપે તેઓ ડાયટિંગ કે પછી જીમનો ઉપયોગ કરે છે. છતાં પણ ઘણા ખરા કિસ્સાઓમાં જે તે વ્યક્તિનું વજન ઘટતો નથી ત્યારે અનેકવિધ અભ્યાસ અને સંશોધનના આધારે એ વાત સ્પષ્ટ થઈ છે કે સાત એવા મુખ્ય કારણો છે કે જેને અવગણવામાં આવતા મનુષ્ય તેનો વજન ઘટાડી શકતો નથી. જો કોઈ વ્યક્તિ યોગ્ય આહારની સાથે શારીરિક વ્યાયામને પ્રાધાન્ય આપે તો વજન વધવાની જે ફરિયાદો રહેતી હોય છે તે નહિવત થઈ જાય છે અને સમયાંતરે વજન પણ ઘટે છે.

અતિરેક ખોરાકનું સેવન જોખમી

એવું જરૂરી નથી હોતું કે દરેક દિવસે જે તે વ્યક્તિ આનંદમાં રહેતો હોય ઘણા દિવસો એવા હોય કે જ્યાં તે તેનું માનસિક સંતુલન ગુમાવી દેતો હોય છે અથવા તો કોઈ તકલીફ અથવા બીમારીનો સામનો કરવો પડતો હોય છે આ સમયગાળા દરમિયાન જો યોગ્ય ખોરાક અથવા તો આહાર લેવામાં આવે તો વજન વધતો નથી પરંતુ ઘણા ખરા કિસ્સામાં લોકો આ સમયે વધુ ખોરાક લેવાનું પસંદ કરતા હોય છે જેમાં ચિપ્સ એટલે કે વેફરનો ઉપયોગ સતત અને સતત વધતો હોય છે એવી રીતે ચોકલેટનો પણ ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવતો હોવાથી તેમનું વજન ઘટતું નથી.

યોગ્ય આહારની ઉણપ

શરીરને યોગ્ય આહાર ન મળે તો પણ વજનમાં વધારો થતો હોય છે કારણ કે લોકો મુખ્યત્વે હાઈ કેલેરી એટલે કે ચરબીયુક્ત ખોરાક લેવાનું વધુ પસંદ કરે છે જેમાં ફાસ્ટ ફૂડ સહિત વેફરનો સમાવેશ થાય છે. આ સમસ્યા માંથી બહાર આવવા દરેક વ્યક્તિએ પણ ફળ, શાકભાજી તથા ધાન્ય નો ઉપયોગ કરવો જોઈએ જો સમયસર આ ખોરાકનું સેવન કરવામાં આવે તો વજન સરળતાથી ઘટી શકે છે.

અપૂરતા પ્રમાણમાં શારીરિક વ્યાયામ

વજન ઘટાડવા માટે મહદંશે લોકો જીમનો સહારો લેતા હોય છે પરંતુ તેઓને એ વાતનો ખ્યાલ રહેતો નથી કે કેટલા પ્રમાણમાં અને કેટલો સમય વ્યાયામ કરવો જોઈએ જો એ વાત થી તેઓ અવગત થાય તો તેમનો વજન સરળતાથી ઘટે છે. પ્રતિ દિવસ 30 થી 45 મિનિટ ચાલવાથી કેલેરી બળી જાય છે અને તમારો વજન યોગ્ય રહે છે. તુજ નહીં જે તે વ્યક્તિએ સવારના ઊઠીને યોગ અને ધ્યાન પણ કરવું જોઈએ જે વજન ઘટાડવા માટે અક્સિર છે.

અપૂર્તિ ઊંઘ

લોકો યોગ્ય રીતે શરીરને આરામ એટલે કે ઊંઘ આપતા નથી જે વજન વધારવા માં મહત્વનો ભાગ ભજવે છે ત્યારે જે વ્યક્તિ યોગ્ય રીતે સાતથી નવ કલાકની ઊંઘ કરે તો તે વ્યક્તિ સરળતાથી તેનો વજન ઘટાડી શકે છે. પૂર્તિ ઊંઘ ના કારણે બોડીમાં ગ્રીલીન નામનું પદાર્થ ઉભો થાય છે જે વજન વધારવા માટે કારણસર છે. તબીબો પણ એ વાત ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોને કહે કે સાથ થી નવ કલાકની ઊંઘ હોવી ખૂબ જરૂરી છે.

મેડિકલ કન્ડિશન

કોઈપણ વ્યક્તિની મેડિકલ કન્ડિશન વજન ઘટાડવા માટેનું મુખ્ય કારણ હોય છે જે કોઈ વ્યક્તિની મેડિકલ કન્ડિશન સારી ન હોય અથવા તો તેઓ હાઇપોથાઈરોડિસમ અથવા પીસીઓએસ થી પીડાતા હોય તો તેમનામાં ઇન્સ્યુલિન જે ઘટવું જોઈએ તે ઘટતું નથી અને પરિણામ સ્વરૂપે વજનમાં વધારો થતો હોય છે આવા કિસ્સામાં જે તે વ્યક્તિએ તબીબી સલાહ લેવી ખૂબ જરૂરી છે.

વધુ પડતા સુગરનું સેવન

લોકો બહારના ઠંડા પીણા અથવા તો જ્યુસ અને સ્મુધિનું સેવન સૌથી વધુ પ્રમાણમાં કરતા હોય છે જે વજન વધારવા માટે જવાબદાર છે બીજી તરફ બજારમાં હાલ સુગર ફ્રી જેવી અનેક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે જેનું સેવન કરવાથી પણ વજન ઘટતો નથી વજન વધે છે. ત્યારે આ પ્રકારના ખાદ્ય ખોરાકથી લોકોએ દૂર રહેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.