Abtak Media Google News

ઉપસરપંચની પુત્રીના લગ્નમાં ફાયરીંગનો વીડીયો વાયરલ થતા સરપંચ સામે નોંધાતો ગુનો

માળીયા હાટીનાના ખોરાસામાં ગત તા.૧૨ના રોજ લગ્ન પ્રસંગમાં સરપંચે બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યાની ઘટનાનો વિડીયો વાયરલ થતા ખોરાસાના સરપંચ સામે ચોરવાડ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના ખોરાસાના ગામના ઉપસરપંચની પુત્રીના ગત તા.૧૨મી ડિસે.ના લગ્ન હોય ત્યારે ગામના સરપંચ અનિલ લાધાભાઈ લાખાણીએ સ્ટેજ પર જઈ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. સરપંચ દ્વારા બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. લગ્ન પ્રસંગે હવામાં ફાયરીંગ કરવાની ઘટનાની જાણ પોલીસને થતા ચોરવાડ પોલીસ મથકનાં પીએસઆઈ એ.પી.ડોડીયાએ ખોરાસાના સરપંચ વિરુઘ્ધ ફરિયાદ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.