Abtak Media Google News

ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર તાં હવે ૫૭ બેઠકો માટે યોજાશે ચૂંટણી: ૨૩મીએ મત ગણતરી

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલે રવિવારે સવારે ૮ થી લઈ સાંજના ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. ભાજપના ત્રણ ઉમેદવારો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકયા હોય હવે ૧૫ વોર્ડની ૫૭ બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવશે. ૨૩મી જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરાશે.

જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે પ્રથમ વખત નવા સીમાંકન મુજબ ચૂંટણી યોજાશે. રાજ્ય સરકાર દ્વારા સનિક સ્વરાજયમાં ૫૦ ટકા મહિલા અનામત જાહેર કરાયા બાદ પ્રમ વખત આ નિયમ મુજબ ચૂંટણી યોજાય રહી છે. અગાઉ જૂનાગઢમાં ૨૦ વોર્ડની ૬૦ બેઠકો હતી. વોર્ડની સંખ્યા હવે ઘટીને ૧૫ થઈ જવા પામી છે. જેની સામે બેઠકોની સંખ્યા યાવત રહેવા પામી છે. જૂનાગઢને મહાપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત ૨૦૦૪માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સત્તાસુખ મળ્યું હતું. જો કે ૨૦૦૯માં સોરઠવાસીઓએ પરિવર્તનનો પવન ફૂંકયો હતો અને શાસનની ધુરા કોંગ્રેસને સોંપી હતી. ૨૦૧૪માં ફરી ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે વિજેતા બન્યું હતું.

૧૫ વોર્ડની ૬૦ બેઠકો પૈકી વોર્ડ નં.૩ના ભાજપના ત્રણ કોર્પોરેટરો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ગયા છે. જ્યારે અન્ય એક બેઠક પર કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોય આ બેઠક માટે પેટા ચૂંટણી કરવી પડે તેવી સંભાવના જણાય રહી છે. જૂનાગઢ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુભાઈ અમીપરા સહિતના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ જતા જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં એક તરફી માહોલ જોવા મળી રહ્યો છે. છતાં ભાજપ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું ન હોય તેમ કેબીનેટ મંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના દિગ્ગજોની ટીમ મેદાનમાં ઉતારી દીધી છે. નિરીક્ષક ગોરધન ઝડફીયા અને નિતીનભાઈ ભારદ્વાજ સતત જૂનાગઢમાં ડેરો નાખીને બેઠા છે. ૧૫ વોર્ડની ૬૦ પૈકી ૩ બેઠકો બિનહરીફ જાહેર થતાં હવે કાલે ૫૭ બેઠકો માટે સવારે ૮ વાગ્યાી લઈ સાંજના ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. કુલ ૨૭૭ મતદાન મકો ઉભા કરવામાં આવ્યા છે અને ૧૩૦૬ પોલીંગ સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે. શહેરમાં કુલ ૧૨૨૫૮૪ પુરૂષ મતદારો અને ૧૧૫૪૪૦ મહિલા મતદારો છે. ૨૭૭ પૈકી ૧૫૧ મતદાન મકો સંવેદનશીલ અને ૪૩ મતદાન મકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. કાલે જૂનાગઢ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નં.૧ની ખાલી પડેલ એક બેઠક માટે અને અલગ અલગ પાંચ જિલ્લાની ખાલી પડેલ પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે. કાલે મતદાન પૂર્ણ થયા બાદ ૨૩મી જુલાઈના રોજ સવારી મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં જૂનાગઢની જનતા કોને સત્તા સુખ આપે છે તેનો ફેંસલો ૨૩મી બપોર સુધીમાં આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.