Abtak Media Google News

દિવાળીના તહેવારોમાં દાતાઓનાં સહકારથી ગૌમાતાઓને તૃપ્ત કરાશે

જીવદયા ગ્રુપ રાજકોટ તથા બાપા સીતારામ ગૌ સેવા મંડળના સંયુકત ઉપક્રમે કાળીચૌદશ દીવાળીના પવિત્ર દિવસોએ રાજકોટની  પાંજરાપોળ અલગ અલગ ગૌશાળાઓમાં 1500 મણ જેટલો ઘાસચારો અર્પણ કરાશે. તેમ ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા કાર્યકરોએ જણાવ્યુંં હતુ.

જીવદયા ગ્રુપનાં મોભી અને જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી ઉપેનભાઈ મોદીના માર્ગદર્શન હેઠા અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના  સમીરભાઈ કામદાર ના સહકારથી અને વિવિધ દાતાઓનાં સહયોગથી આશરે 1500 મણ જેટલું (30000 કીલો ) જેટલું લીલુ ઘાસ જુવાર મકાઈ અબોલ જીવોને અર્પણ કરવામાં આવશે . આ કાર્ય માટે જીવદયા ગ્રુપનાં કાર્યકરો પ્રકાશ મોદી , નીરવ સંઘવી વિરેન્દ્ર સંઘવી હર્ષદ મહેતા , હીમાંશુ ચીનીય , રમેશ દોમડીયા , પારસ મોદી , હીરેન કામદાર , હરેશ વીંછી , દીનેશ મોદી , કીર્તીભાઈ પારેખ , હરેશ દોશી , હીતેશ દોશી , ભરત બોરડીયા , અરૂણ નિર્મળ , નીખીલ શાક , અશ્વીન અજમેરા , સમભ વખારીયા , મનોજ પારંગ , દીવ્યેશ કામદાર , મેહુલ સંઘાણી , રાજુ મોદા , નીરવ પારેખ , ધવલ દોશી , સંધ્યાબેન મોદી , દેવાંગી મોદી , હેમા મોદી , હીના સંઘવી , જીજ્ઞા મોદી , આરતી દોશી , હેતલ મહેતા દક્ષા મહેતા , બકુલા શાહ , બીના દૌથી , અલ્કા બોરડીયા વગેરે તા . 23/12 ના રવિવારે સવારે 8:30 વાગ્યે રાજકોટ મહાજનશ્રાની પાંજરાપોળ ખાતે જીવદયા ગ્રુપનાં કાર્યકરો , દાતાઓ અને સમાજ અગ્રણીઓની હાજરીમાં ગાયમાતાનું પૂજન કરી નવકારમંત્રનાં પઠન સાથે અબોલ જીવોને ઘાસ અર્પણ કરવામાં આવશે . આ સાથે જણાવવાનું કે હાલમા લીલુ , મકાઈ અને જુવાર ના ભાવ ખૂબ જ વધારો થતાં ઘણા પાજરાપોળ અને ગૌશાળામાં ઘાસની તંગી છે ત્યારે જીવદયા ગ્રુપ દવા2ા ફૂલ નહિ તો ફુલની પાખડીના રૂપે સહાય કરવામાં આવશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.