Abtak Media Google News

માયાભાઈ આહીર, ધીરુભાય સરવૈયા, અભેસિંહ રાઠોડ, ફરીદા મીર, સંગીતા લાબડીયા અને બિહાર ગઢવીએ જમાવટ કરી: શહેરીજનોએ મોડે સુધી ડાયરો માણ્યો

ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં જાહેર જનતા માટે ચાલી રહેલા સરગમી સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત ગઈકાલે રાત્રે યોજાયેલા લોક ડાયરામાં હજારોની મેદની ઉમટી પડી હતી અને લોક સાહિત્યના દરિયામાં ડુબ્યા હતા. આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, જે.પીસ્ટ્રકચરના જગદીશભાઈ ડોબરીયા, અશોકભાઈ ડોબરીયા, કલાસિક નેટવર્કના સ્મિતભાઈ પટેલ, જસવંતસિંહ ભટ્ટી, ભાવેશભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, રાજેનભાઈ વડાલિયા, વેજાભાઈ રાવલિયા, હેતલભાઈ રાજયગુરુ અને નાથાભાઈ કાલરીયા, નરેશભાઈ લોટિયા વગેરે મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. સરગમ કલબ, બાન લેબ તેમજ જે.પી.સ્ટ્રકચરના ઉપક્રમે યોજાયેલા આ ડાયરાના પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ મહેમાનો અને જનતાને આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે વજુભાઈ વાળાએ આ આયોજન બદલ સરગમ કલબને અભિનંદન આપ્યા હતા. તેમજ તમામ લોક કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. આ ડાયરાનું સંચાલન હાસ્યકાર ધી‚ભાઈ સરવૈયાએ કર્યું હતું. જયારે માયાભાઈ આહિર, અભેસિંહ રાઠોડ, ફરીદા મીર, સગીતા લાબડીયા અને બિહારીભાઈ ગઢવી, લોક સાહિત્યની એક પછી એક રચના રજુ કરી લોકોનું ભરપુર મનોરંજન કર્યું હતું. રાજકોટવાસીઓએ આ લોકકલાને તાળીઓના ગડગડાટથી વધાવી હતી. આ કાર્યક્રમને માણવા માટે કિશોરભાઈ ભાલાળા, પ્રતાપભાઈ પટેલ, પરોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢીયા, મનીષભાઈ માડેકા, ચંદ્રકાંતભાઈ કોટિચા, મધુભાઈ પટોળીયા, રાકેશભાઈ પોપટ, ઈશ્ર્વરભાઈ તાળા, રાજેશભાઈ કાલરીયા, શિવલાલભાઈ રામાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરત સોલંકી, કિરીટ આડેસરા, રમેશભાઈ અકબરી, જયસુખભાઈ ડાભી, કૌશિક વ્યાસ, રાજેન્દ્ર શેઠ, પ્રવીણભાઈ તંતી, અનવરભાઈ ઠેબા, ગુણવંતભાઈ ભટ્ટ, જગદીશ કીયાડા ઉપરાંત લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન રાવલ, જયશ્રીબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, સુધાબેન દોશી, આશાબેન ભુછડા, પ્રતિભા મહેતા અને વૈશાલી શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.