Abtak Media Google News

‘તાઉતે’ વાવાઝોડાએ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં ખુબ નુકશાન કર્યું છે. તેમાં સૌથી વધુ નુકશાન ખેડૂતો અને માલધારી લોકોને થયું છે. માલધારી લોકોના માલઢોર (ગાય, ભેંસ, બળદ)ને ખાવા માટે ઘાસચારાને લઈ અછત ઉભી થઈ છે. તે બાબતે લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા સરકારને મદદ માટે અપીલ કરવામાં આવી છે.

લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ સરકારને તાત્કાલિક અપીલ કરતા કહ્યું છે કે, ‘ઉનાળાના સમયમાં ઘાસચારાનું પ્રમાણ ઓછું હોય છે, જેથી માલઢોર દુબરા હોય છે. જેમાં ‘તોઉતે’ વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ પડતા ઘાસને ઉગવામાં અગવડતા પડે. જેથી માલઢોર માટે ઘાસચારાની સમસ્યા ઉભી થઈ.


વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રાજભા ગઢવી સરકારને ગીરમાં માલધારીના ઢોરને બચાવવા માટે સરકારને સૌથી પહેલા આ વાત પર ધ્યાન આપી તાત્કાલિત મદદ મોકલવી જોયે તેવું કહ્યું છે. જો સહાય ના મળી તો અનેક પશુઓ મરી જશે, જેના કારણે માલધારી લોકોની રોજીરોટી પર અસર પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.