Abtak Media Google News

વડોદરા: કોરોનાની બીજી લહેરે દેશના તમામ લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. રાજનેતાઓથી લઈને સામાન્ય લોકો પણ કોરોનાના ભરડામાં આવી ગયા છે. ત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થિત કોવિડ સેન્ટરમાં કોરોનાની સારવાર લઇ રહેલો કુખ્યાત બુટલેગર કોવિડ સેન્ટરમાંથી ફરાર થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જોકે,બુટલેગરને ઝડપી પાડવા જિલ્લા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર,લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂની હેરાફેરીના ગુનામાં કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની ટ્રાન્સફર વોરંટથી સુરત સેન્ટ્રલ જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી હતી અને તેને વડુ પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ બુટલેગરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા પાદરા પ્રાથમિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થિત કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહ્યો હતો. દરમિયાન તેને તક મળતા જાપ્તાની પોલીસને ચકમો આપી ચાદરની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી ફરાર થઇ ગયો હતો. ફરાર થઇ ગયેલા બુટલેગરને ઝડપી પાડવા જિલ્લા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.