Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરમાં સરકારી કાફલાને રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રીના કોન્વોયના રિહર્સલ દરમિયાન રસ્તા વચ્ચે ગાય ઘૂસી ગઇ હતી. રિહર્સલ સમયે જ કલેક્ટર ઓફિસ પાસે રસ્તા વચ્ચે ગાય આવી જતા પોલીસ કર્મચારીઓ દોડતા થયા હતા અને ગાયને બાજુમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.આપને જણાવી દઈએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવાના છે.

જેને લઇ પોલીસ રિહર્સલ કરી રહી હતી તે દરમિયાન ગાય વચ્ચે આવી જતા રિહર્સલ રોકવુ પડ્યુ હતુ.ે ગઈકાલે જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના સુરેન્દ્રનગર આવી રહ્યા છે ત્યારે તેમનું રીસલ પોલીસ તંત્ર અને કલેક્ટરની ઉપસ્થિતિમાં ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ ગાય આડે આવતા કાફલા ને અટકાવી દેવો પડ્યો હતો અને તાત્કાલિક અસરે પોલીસ દોડી ગઈ હતી અને ગાયને ખસેડી અને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.