Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા આજે પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા આસમીઓને ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 10 આસામીઓને નોટિસ, 18 પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો તેમજ 180 કી. ગ્રા. કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલ ચીકુ નાશ કર્યા હતા.

ચેકીંગ દરમ્યાન આસામીઓને નોટિસ આપવામાં આવી છે જેમાં  કિસ્મત ફ્રુટ, છોટુનગર (180 કિ. ગ્રા. કાર્બાઇડથી પકવેલ ચીકુનો નાશ અને 1000/- ની પેનલ્ટી),

કે. બી. ફ્રૂટ્સ, છોટુનગર, સતનામ ફ્રુટ,  શ્રાવ્ય સિઝન સ્ટોર,  રાધે સિઝન સ્ટોર, રાધે સિઝન સ્ટોર,  રામનાથ ફ્રુટ, કુળદેવી ફ્રુટ,  જય માતાજી ફ્રુટ અને  જલારામ ફ્રૂટને નોટિસ આપવામાં આવી હતી.

હાલની સ્થિતિએ કેરી પકવતા આસામી દ્વારા એફએસએસએઆઈ માન્ય ઇથેપીયોન પાવડર અને ઈથીલીન ગેસનો ઉપયોગ થતો જોવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય જયમીન ઠાકરે તાજેતરમાં આરોગ્ય શાખાને દરોડા પાડવા તાકીદ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.