Abtak Media Google News

ખુન, ખુનની કોશિષ, લુંટ અને ફાયરીંગ સહિત ૧૫થી વધુ ગુનામાં સંડોવાયેલા લાલા ગેંગ સામે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની લાલ આંખ

ગેંગના ૬ શખ્સોની ધરપકડ, ત્રણની શોધખોળ: બે શખ્સોનો જેલમાંથી કબજો લેવા તજવીજ

ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી સંગઠીત ગેંગ સામે કસંજો કસવા રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં ટેરટીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજકોક) નામનો કાયદો અમલ આવેલો હતો. રાજકોટ શહરેમાં સુલેહ શાંતિ જળવાય રહે તે હેતુ માટે દુધ સાગર રોડ પરના નામચીન ઇમ્તીયાઝ ઉર્ફે લાલો રાઉમાની ગેંગ સામે રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા સૌ પ્રથમ ગુજકોક કાયદા હેઠળ ગુનો નોંધી ગેંગના છ શખ્સોની ધરપકડ કરી છે.

બે શખ્સોનો જેલમાંથી કબ્જો મેળવાશે જયારે ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં સંગઠીત ગેંગ દ્વારા શાન્તી ડહોળી મારામારી, જમીન દબાણ અને આર્થિક ગુનાઓ આચરતી ગેંગ સક્રિય થઇ હોવાની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ઘ્યાને આવતા તેને સમગ્ર સ્ટાફને આવા ગુન્હેગારો સામે કડક હાથે કામ લેવા આપેલી સુચનાને પગલે નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર સિંહાના માર્ગોદર્શન હેઠળ એ.સી.પી. એચ.એલ. રાઠોડ થોરાળા પોલીસ મથકના પી.આઇ. જી.એમ. હડીયા અને ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફ દ્વારા  ગુપ્તરાહે આવા ગુન્હેગારોની ટોળકીને શોધી કાઢવા ઇ ગુજકોકની મદદથી માહિતી મેળવી દુધ સાગર રોડ પર રહેતો ઇરફાન ભીખુ રાઉમા તેની ગેંગ દ્વારા અસંખય ગુનાઓ આચર્યાનું ઘ્યાને આવ્યું હતું.

પોલીસે ઇરફાન ભીખુ રાઉમા શેરજાદ ઉર્ફે ગોટીયો હનીફ જુલાણી, ઇમરાન હનીફ કડીયા, ફારૂખ સલીમ મૈણ, જાવીદ ઉર્ફે જાંબુ ઇબ્રાહીમ દાઉદાણી અને શબ્બીર ઉર્ફે શબ્બો ઇકબાલ અબ્બાસી ની ધરપકડ કરી તેની સાથે ગુના ખોરી આચરેલા અને ટોળકીના સભ્ય ઇમ્તીયાઝ ઉર્ફે લાલો ભીખુ રાઉમાં અને એઝાઝ ફારુખ બ્લોચ સહિત બન્ને હાલ જેલમાં છે.

Img 20200819 Wa0033

જયારે અન્ય આરોપી સદામ ઉર્ફે મસ્તાન મહેબુબ ભુવર, મહમદ હુસેન ઉર્ફે મમુજહાંગીર મકરાણી અને સોહીલ ઉર્ફે સોયેબ મહમદ પાસેથી નામના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલા ઈરફાન ભીખુ રાઉમા નામના શખ્સ સામે લુંટ, હત્યાની કોશિષ, મારામારી અને દારૂના ગુના મળી છ ગુના નોંધાયા છે. જયારે શેહજાદ ઉર્ફે ગોટીયો જુલાણી સામે મારામારી અને દારૂ સહિત પાંચ ગુના, ઈમરાન કડીયા સામે હત્યાની કોશિષ, મારામારી અને દારૂની હેરાફેરીના ગુના નોંધાયા છે. ફારૂક મૈણ સામે હત્યાની કોશિષ અને લુંટ, જાવીદ દારૂદાણી સામે હત્યાની કોશિષ, અકસ્માત અને દારૂની હેરાફેરીના ગુના નોંધાયા છે. સાબીર ઉર્ફે શબો અબ્બાસી સામે હત્યાની કોશિષ અને દારૂની હેરાફેરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે. જેલમાં રહેલા અને ગેંગનો મુખ્ય લીડર ઈમ્તીહાઝ ઉર્ફે લાલો રાઉમા સામે ખુન, હત્યાની કોશિષ અને મારામારી અને વિદેશી દારૂની હેરાફેરીના ગુના સહિત ૧૫ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે. જુનાગઢનો એઝાઝ બ્લોચ સામે હથિયાર, જુગાર અને હત્યાની કોશિષના ગુનામાં નોંધાયા છે. જયારે પકડવા પર બાકી છે તે સદામ ભુવર સામે છ ગુના, મહમદ હુસેન મકરાણી સામે ત્રણ અને સોહિલ ઉર્ફે સોયેલ પારેખ સામે ચોટીલા, ભેંસાણ, જુનાગઢ, ગોંડલ અને રાજકોટ શહેરમાં મળી નવ શખ્સો સામે ગુના નોંધાયેલા છે. કાયદા અમલમાં આવ્યા બાદ રાજકોટમાં ગુજકો હેઠળ પ્રથમ ગુનો દાખલ કરી પોલીસ કમિશનરે ધાક બેસાડતો નિર્ણય કર્યો છે. રાજયમાં પ્રથમ અમદાવાદ અને બાદ અમરેલીમાં સોનુ ડાંગરની ટોળકી સામે અગાઉ ગુજકો હેઠળ ગુનો નોંધાયો છે.

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટમાં શું જોગવાઇ?

ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે ૨૦૧૫માં તૈયાર કરાયેલા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટમાં શુ જોગવાઇ છે. તે અંગે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. કે આ કાયદા હેઠળ એક કરતા વધુ શખ્સો દ્વારા વારંવાર ગુના કરતા હોય અને તેના થકી તેની આજીવીકા હોય ત્યારે આવી ગેંગ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. અન્ય કાયદામાં આરોપી જેલમાં હોય ત્યારે તેની સામે ૯૦ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવે છે. જ્યારે ગુજડરાત કંટ્રોલ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ હેઠળ જેલ હવાલે થયેલા આરોપી જેલમાં જ હોય તેમ છતાં તેની સામે ૧૮૦ દિવસ સુધી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ મુકવાની જોગવાઇ ઉપરાંત ચાર્જશીટ કોર્ટમાં રજુ ન થાય ત્યાં સુધી આ કાયદા હેઠળ જેલ હવાલે થયેલા શખ્સોને જામીન મળવા મુશ્કેલ બને છે. જો કે આવા ગંભીર ગુનામાં પકડાયેલા શખ્સોને ચાર્જશીટ બાદ પણ જામીન મેળવવા અતિ મુશ્કેલ હોય છે. આ કાયદામાં ઓછામાં ઓછી પાંચ વર્ષને વધુમાં વધુ આજીવન કેદની સજા ઉપરાંત રૂા.૫ લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.