સૌરાષ્ટ્રમાં પ્રથમવાર: રાજકોટની આ હોસ્પિટલે કરી કમાલ, 3D ટેકનોલોજીથી કરી સર્જરી

કમ્પ્યુટર પર ઓપરેશન પહેલા પ્લાનિંગથી સર્જરી સફળ બને છે: ડો.અચલ સરડવા

એચસીજી હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે વધુ એક ચમત્કાર જોવા મળ્યો હતો. આમ તો છેલ્લા ૬૦૦ દિવસોથી એચસીજી હોસ્પિટલ રાજકોટ ખાતે જોઇન્ટ રિપ્લેસમેંટની ૧૫૦૦થી વધારે સફળ સર્જરી થયેલ છે. એચસીજી ખાતે અદ્યતન સુવધાઓ જેવીકે કલાસ ૧૦૦ મોડુલર ઓપરેશન થિયેટર્સ હેપા ફિલ્ટર સાથે તથા અનુભવી ડોકટરની ટીમ ઉપલબ્ધ છે. એચસીજી હોસ્પિટલ ખાતે ઘુંટણનાં દર્દીઓ માટે સંપૂર્ણ સારવાર જેવી કે ઘુંટણ પ્રીજર્વેસન સર્જરી, અડધો સાંધો બદલવાની સર્જરી આખો સાંધો બદલવાની સર્જરી જટિલ સાંબા બદલવાના ઓપરેશન, રીવીજન સાંધા બદલવાના ઓપરેશન ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રમાં પહેલીવાર ઘુંટણની પ્રત્યારોપણની સર્જરી ખૂબ અદ્યતન ૩ ડી ટેકનોલોજીની મદદ સાથે કરવામાં આવી હતી. આ ટેકનોલોજી ઘૂંટણની પ્રત્યારોપણની સર્જરી ને સહેલી કરે છે. ૩ડી કમ્પ્યુટર પર ઓપરેશન પહેલા પ્લાનિંગ કરી શકીએ છીએ. કમ્પ્યુટર પર ઓપરેશન પહેલા પ્લાનિંગ કરી શકીએ છીએ. આધારિત કલાઉડ પ્લેટફોર્મ પર જે દરેક દર્દીના ઘૂંટણ માટે શરીરચના આધારિત ચોકકસ આયોજન આપે છે, તે દર્દીઓના ઘૂંટણની સ્થિતિ વિષે પહેલાથી જ ઓર્થોપેડિક સર્જનને અવગત કરે છે અને ઓપરેશનને કેવી રીતે સારી ગુણવતાનું પરિણામ આવે તે માટે આયોજન કરવામાં આવે. દર્દીઓ માટેની (સક્ષય૩ૂશુ )ટેકનોલોજીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે દર્દીના ઘૂંટણની સીટી સ્કેશ આ યોજના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇની સાથે ઓપરેશનના બે દિવસ પહેલાં લેવામાં આવે છે અને પછી બહુવિધ ચેક પોઇન્ટ્સ કસ્ટમાઇઝ કરવામાં આવે છે. દરેક દર્દીની ઘૂંટણની સ્થિતિ મુજબ ઘૂંટણની શસ્ત્રકિયાની યોજના. આ શસ્ત્રક્રિયાનું આયોજન વાસ્તવિક શસ્ત્રક્રિયાના દિવસો પહેલા કરી શકાય છે. અને ઓછો સમય લેવામાં આવે છે. શસ્ત્રક્રિયા ઓછી છે. એચસીજી હોસ્૫િટલના જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. અચલ સરડવાએ જણાવ્યું હતું કે ‘કમ્પ્યુટર પર ઓપરેશન પહેલા પ્લાનિંગ કરી શકીએ છીએ. સર્જરી સરળ બને છે કારણ કે આપણે ચોકકસ ઘૂંટણ માટે શ્રેષ્ઠ ફિટ ઇમ્પ્લાન્ટ જાણીએ છીએ અને તેમાં કોઇ અનુમાન કાર્ય શામેલ નથી. સૌરાષ્ટ્રમાં ૩ડી ટેકિનલ ઘૂંટણની શસ્ત્રક્રિયાના પ્રારંભથી, આ ટેકિનલના મુખ્ય ઇનોવેટર ડો. મનીષ શાહ, અમદાવાદના પ્રખ્યાત અને વરિષ્ઠ જોઇન્ટ રિપ્લેસમેંટ સર્જન, આ પ્રસંગની માહિતી આપવા એચસીજી ગ્રુપના રીજઓનલ ડાઇરેકટર ડો. ભરત ગઢવી સાથે ઉપસ્થિત રહ્યા હતા. મેનેજિંગ ડિરેકટર ડો. અમીષી શાહે જણાવ્યું હતું કે ‘અમે આ થી ડી ટેકનોલોજી પર લગભગ ૫ વર્ષ પહેલા કામ કરવાનું શરૂ કર્યુ હતું. અને અમે ૧૨૦૦થી વધુ ઘુંટણની પ્રત્યારોપણ સર્જરી કરી હતી. અને જોયું છે કે દર્દીના જીવનની ગુણવત્તામાં તે અલગ તફાવત લાવી છે. એચસીજી રાજકોટ ખાતેના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત ૩ડી (કને ૩વીઝના ઉત્પાદકો)અમે હમેશાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્વાસ્થ્યસંભાળ માટે કંઇક અલગ અને ઉપયોગી કરવા ઇચ્છતા હતા અને મને વિશ્ર્વાસ છે કે આવા નવા પ્લેટફોર્મથી લોકો વધુ સારી ગુણવત્તાવાળા ઘૂંટણનું પ્રત્યારોપણ સર્જરી શોધી રહ્યા છે. હવે તેનો લાભ મળી શકે, અમારા ડોકટરો આ ૩ડી શસ્ત્રકિયા પર સંપૂર્ણ પ્રશિક્ષિત છે.