Abtak Media Google News

પ્રેમી સાથએ મળીને પોતાના જ સાત પરિવારજનોની કુહાડીથી હત્યા કરી દીધી’તી

ભારતને આઝાદી મળ્યા બાદ પહેલીવાર કોઈ મહિલાને તેના ગુના માટે ફાંસીની સજા આપવામાં આવશે. આ માટે મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. અમરોહામાં રહેનારી શબનમને મોતની સજા આપવામાં આવશે. નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવનારા પવન જલ્લાદ બે વખત ફાંસી ઘરનું નિરિક્ષણ પણ કરી ચુક્યા છે.

Advertisement

વર્ષ ૨૦૦૮માં અમરોહામાં રહેતી શબનમ નામની મહિલાએ એપ્રીલ મહિનામાં પ્રેમી સાથએ મળીને પોતાના જ સાત પરિવારજનોની કુહાડીથી હત્યા કરી દીધી હતી. આ મામલે નિચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તેની ફાંસીની સજા યથાવત રહી.

એ બાદ શબનમે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી પરંતુ રાષ્ટ્રપતિ ભવને પણ તેની દયા અરજી ફગાવી દીધી છે અને આ કારણે આઝાદ ભારતના ઈતિહાસમાં શબનમ પહેલી એવી મહિલા હશે જેને ફાંસીની સજા સંભળાવવામાં આવશે. ફાંસી આપવા માટે બિહારના બક્સરથી દોરડું મંગાવવામાં આવી રહ્યું છે. મથુરામાં મહિલાઓ માટે ફાંસીઘર આઝાદી પહેલા લગભગ ૧૫૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું પરંતુ ત્યાં અત્યાર સુધી કોઈને ફાંસી દેવામાં નથી આવી. શબનમને ફાંસી દેવાને લઈને મથુરા જેલના અધિક્ષકે જણાવ્યું કે, હજુ ફાંસીની તારીખ નક્કી નથી કરવામાં આવી અને ના કોઈ આદેશ આવ્યો છે પરંતુ જેલ તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ જાહેર થતા જ શબનમને ફાંસી આપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.