Abtak Media Google News
  • જામનગર લોકસભાના ઉમેદવાર પુનમ માડમની રેલીને મળ્યો જબરો પ્રતિસાદ
  • કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી યોજાઈ 

જામનગર ન્યૂઝ :  હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દ્વારકાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા નામાંકન પત્ર ભરવા અન્વયે વિજય વિશ્વાશ સંમેલન તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આશરે ૨૦,૦૦૦ થી વધુની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ-સમર્થકો આ સંમેલન તથા રેલી માં જોડાયા હતા. અને પ્રચંડ જન સમર્થનને લઈને સંકલ્પ રેલીમાં કેસરિયો માહોલ છવાયો હતો.Img 20240419 Wa0083 હાલારના બંને જિલ્લાના સંતો- મહંતો તેમજ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી સહિતના અગ્રણીઓ મહાનુભાવો ની ઉપસ્થિતિમાં યોજાયેલા વિરાટ વિજય સંકલ્પ સંમેલનમાં કાર્યર્કમની શરૂઆત માં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.Img 20240419 Wa0085 ત્યારબાદ પૂર્વ કેબિનેટ મંત્રી  ચીમનભાઈ સાપરીયા એ સૌની યોજના વિષે ઉદબોધન કરતાં જણાવેલું કે આ યોજના દ્વારા નર્મદા નું પાણી રાજ્યના ખૂણે ખૂણા સુધી પહોંચાડવું શક્ય બન્યું છે. ૭૯ વિધાનસભા ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ જ્ણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન દ્વારા ૧૦ વર્ષના સાશનમાં જન્મથી મૃત્યુ સુધીની તમામ નાગરિકો માટેની યોજનાઓ આપવામાં આવી છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓનું લિસ્ટ ઘણું લાબું છે, આયુષ્માન કાર્ડથી તબીબી સારવાર ફ્રી મળી રહી છે, સુરક્ષા સાથે સૌ નો વિકાસ થઇ રહ્યો છે.

આ તબ્બકે પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા એ જણાવેલું કે પૂનમબેન એ એક એમ. પી. શું કરી શકે એ કરી બતાવ્યું છે, તેમના ૧૦ વર્ષના કાર્યને યાદ કરીને ફરીથી જંગી લીડ થી જીતાડવા અપીલ કરી છે. ૭૮, વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા એ જ્ણાવેલું કે આ વાત ૨૬ સીટ જીતવાની નથી, આ વાત સનાતન સંસ્કૃતિની છે, આ વાત ૨૦૪૭ સુધી માં ભારત ને વિશ્વ ગુરુ બનવાની છે, આ વાત વિક્સિત ભારત ને વધુ ઉત્કૃષ્ટ બનાવવાની છે.Img 20240419 Wa0091 ધારાસભ્ય પબુભા માણેક એ જ્ણાવેલું કે આ દેવો નો ઋષિઓનો દેશ છે, ગંગા નો દેશ છે, ચાર ધામનો દેશ છે, આ ચૂંટણીમાં આપણે આપણી માતા ભારત માતા શોભી ઉઠે તેવી રીતે લડવાની છે, મોદી સાહેબ આવ્યા પછી દેશ ની સિકલ બદલાઈ છે, મતદાન આપણે દેશ માટે, ભારત માતા માટે કરીયે, સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. જગદીશભાઈ એ જ્ણાવ્યું હતું કે દેશ ને વિક્સિત બનાવવા મતદાન કરો, માનનીય નરેન્દ્રભાઈ મોદીજી એવા વડાપ્રધાન છે, જેઓ એ એક દિવસ પણ રજા નથી લીધી, આવા સમર્પિત વડાપ્રધાન માટે એક દિવસ રજા રાખી મતદાન ચોક્કસ કરો.Img 20240419 Wa0089 કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઈ પટેલએ પૂનમબેન માડમને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી. પૂર્વગૃહમંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા એ જણાવેલું કે, આ ચૂંટણી સાંસદની આવનારા પાંચ વર્ષ માટે ની નથી, છેલ્લા દશ વર્ષમાં જે કામ થાય છે, તે આગળ વધારવાની છે.૨૦૨૪ માં મોદીજી ની ગેન્ટરી છે, આર્થિક વિકાસની આ યાત્રા આગળ વધારવાની છે, જે લોકો ભારત ને ગરીબ દેશ કહેતા હતા, તેંને વિક્સિત ભારત બનાવવાની ચૂંટણી છે. આવનારી પેઢી માટે ના સુખી જીવનની તૈયારી ની ચૂંટણી છે.Img 20240419 Wa0090 પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ શુભેચ્છા પાઠવતા જુંગી બહુમતી સાથે પૂનમબેન માડમને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી. સાંસદ પૂનમબેન ના જન સમર્થન માટે ખાસ પધારેલા કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરએ જણાવેલું કે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી એ તપ કર્યું, ધ્યાન ધર્યું, વિરાશત બચાવી. સાથે સાથે દેશ નો વિકાસ કર્યો. દશ વર્ષમાં ગેસ, મકાન, વીજળી, શૌચાલય, દવા, અનાજ, ઘર ઘર પહોચાડ્યું છે. દશ વર્ષ પહેલા ભારત ની અર્થ વ્યસ્થા લડખડાતી હતી. મોદીજીએ તેને મજબૂત બનાવી, દુનિયામાં સ્થાન અપાવ્યું છે, અને દુનિયામાં ઝડપથી આગળ વધવા વાળો દેશ બનાવ્યો છે.

થોડા વર્ષ પહેલા ડિફેન્સ માટે સાધનો આયાત કરવા પડતા હતા,આજે બધું જ દેશ ના બનાવી શકાય છે. આપણે ભારત ને વધુ મજબૂત બનાવશું, ખોટા રેશનકાર્ડ, ખોટા કન્સેશન રદ કરી તેની સબસીડી અન્ય લોકકલ્યાણ કાર્યમાં વાપરીએ, નારી શક્તિ વંદન બિલ, ૩૩ ટકા સ્ત્રી અનામત, દુનિયા ના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી ભારતને આગળ વધારવા પૂનમબેન ને જંગી લીડ થી જિતાડીએ. ૪૦૦ થી વધુ સીટ જીતાડી ને ફરીથી નરેન્દ્રભાઈ મોદીજી ને પ્રધાનમંત્રી બનાવીયે.Img 20240419 Wa0076 વિજય વિશ્વાસ સંમેલન પછી વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓસ્વાલ સેન્ટર થી કલેકટર ઓફીસ સુધી વિશાળ જન મેદની સાથે રેલી યોજાઈ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ના ફ્લોટની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના નિદર્શનના ફલોટ્સ પણ જોડાયા હતા. જે મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા. સૌ એ પોતાના ઉદબોધન માં શ્રી પૂનમબેન માડમને જુંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી.

૧૨ લોકસભા જામનગર દેવભૂમિ દ્વારકા ના સાંસદ શ્રી પૂનમબેન માડમ એ પોતાના જન સમર્થન માટે એકત્રિત થયેલી જનમેદની ને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ ચૂંટણી ભારત દેશ માટે મહત્વની છે, આમાં વ્યક્તિ ગૌણ છે, રાષ્ટ્રના વિકાશની, રાષ્ટ્રની ઓળખની ચૂંટણી છે. વડાપ્રધાન મોદીજી કહે છે તેમ આ સમય ભારત નો સમય છે. વિશ્વમાં ભારતની નોંધ થઇ હોય ત્યારે ભારતને વધુ આગળ વધારવાનો સમય છે. રાષ્ટ્રની વાત હોય ત્યારે બીજા બધા પ્રશ્નો ગૌણ છે. આવતા પાંચ વર્ષમાં વધારે કાર્યોનો ખાત્રી આપી મોદીજી ના વિક્સિત ભારતના સંકલ્પમાં હાલારના દરેક પરિવારને જોડાવા અપીલ કરી હતી.Img 20240419 Wa0094

ગાંધીનગર અને નવસારી પછી સૌથી વધુ લીડ જામનગરની હશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ જન સમર્થન રેલીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ લીડ ગાંધીનગર અને ત્યારબાદ નવસારીની રહેશે. તે પછી ત્રીજા સ્થાને સૌથી વધુ જંગી લીડ જામનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ને મળશે, તેવો માહોલ મને દેખાઈ રહ્યો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે પૂનમબેન માડમ જ્યારે પ્રથમ ચૂંટણી લડ્યાઝ ત્યારે ૨૦૧૪માં પણ હું હાજર રહ્યો હતો, અને ત્યારબાદ ૨૦૧૯ ની ચૂંટણીમાં પણ હું હાજર રહ્યો હતો, અને ત્યારનું જન સમર્થન બાદ આજની આ જંગી જનમેદનીને જોઈને ગુજરાતમાં ત્રીજા નંબરની લીડ જામનગરની રહેશે, તેવો મને પાકો વિશ્વાસ છે, એવી વાત કહેતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપસ્થિત ભાજપના સમર્થકોએ ભારત માતાકી જયના નારાઓ ગજવ્યા હતા.

૨૦૨૪- લોકસભાની ચૂંટણી એ વ્યક્તિ વિશેષ નહીં પરંતુ ભારતના વિકાસ ની ચૂંટણી છે- પૂનમબેન માડમ

જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમના જન સમર્થનમાં યોજાયેલી વિજય સંકલ્પ રેલીમાં સર્વે વક્તાઓએ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો વિશેની વાત કર્યા પછી તેનો પ્રત્યુતર આપતી સમયે અને પોતાનો પ્રતિભાવ રજૂ કરતી સમયે સાંસદ પૂનમબેન માડમ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુંઝ કે આ ૩૦૨૪ ની ચૂંટણી એ માત્ર ભારતીય જનતા પાર્ટી, કે વ્યક્તિ વિષેશ નહિ, પરંતુ આ ચૂંટણી વિકસિત ભારત માટેની ચૂંટણી છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ૨૦૪૭ નો સંકલ્પ કર્યો છે. અને વિશ્વ ની ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવવા માટે છે. તેના પ્રથમ ચરણની આ ચૂંટણી છે, અને તેમાં સૌ લોકોએ અવશ્ય મતદાન કરીને ભારતના વિકાસનો પાયો નાખવા માટે ભાર મૂક્યો હતો.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.