Abtak Media Google News

ચાર સ્થળોએથી અખરોટ, બદામ, બટર સ્કોચ બરફી અને પૌવાના ચેવડાના નમૂના લેવાયા: ૩૫ વેપારીઓને ત્યાં ચેકિંગ,૨૦ને નોટિસ, ૬૪ કિલો પાસ્તી, ૩ કિલો દાઝ્યું તેલ અને ૨૪ કિલો અખાદ્ય પદાર્થનો નાશ

દિવાળીનો તહેવાર નજીક આવતા ડ્રાયફૂટ, મિઠાઈ અને ફરસાણના વેંચાણમાં વધારો થયો છે ત્યારે શહેરીજનોને ભેળસેળ રહીત ખાદ્ય સામગ્રી મળી તેવા આશ્રય સાથે આજે સતત બીજા દિવસે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રાયફૂટ, ફરસાણ અને મિઠાઈના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાર સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે ૫૦ વેપારીને ત્યાં ચેકિંગ દરમિયાન ૨૦ને નોટિસ ફટકારી ૬૪ કિલો પસ્તી, ૩ કિલો દાઝ્યુ તેલ અને ૨૪ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે કોર્પોરેશની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા નાના મવા રોડ પર પટેલ એગ્રો એક્ષપોર્ટમાંથી નટબટ વોલનટ, ક્રિષ્ના માર્કેટીંગમાંથી રિચવેલી આલ્મન્ડ, સુખસાગર ડેરીમાંથી બટર સ્કોચ બરફી અને ઉમાંકાત ઉદ્યોગનગરમાં શ્યામ ગૃહ ઉદ્યોગમાંથી પૌવાના ચેવડાનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો.

ફરસાણ બનાવવા માટે વપરાતા તેલમાં ટીપીસી વેલ્યુ ચેક કરવા માટે આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મવડી રોડ પર મિલન ફરસાણ, શ્રીનાથજી ફરસાણ, રાધેકૃષ્ણ ફરસાણ, જલારામ ફરસાણ, નવલનગરમાં ગણેશ ડેરીફાર્મ, કૃષ્ણનગર મેઈન રોડ પર રાજશક્તિ ગાઠીયા, ક્રિષ્ના ડેરીફાર્મ, ગોકુલ ડેરી, રામેશ્ર્વર ફરસાણ, મનિષ ફરસાણ, આશા ફરસાણ, ગુરૂપ્રસાદ ચોકમાં સીતારામ ડેરી ફાર્મ, બાલાજી ભવાની ફરસાણ એન્ડ સ્વીટ, ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, અનમોલ સીંગ એન્ડ ફરસાણ, ભગવતી ફરસાણ, જલીયાણ ફરસાણ, રાજશક્તિ ફરસાણ, પંચવટી રોડ પર જય ચામુંડા ડેરીફાર્મ, સમૃદ્ધ ડેરી ફાર્મ, ભવાની ફરસાણ માર્ટ, શક્તિ સિંગ એન્ડ ફરસાણ, બજરંગ ફરસાણ, પટેલ ફરસાણ, વિરાણી ચોકમાં રાજમંદિર ફરસાણ, મંગળા રોડ પર રઘુવીર ડેરી એન્ડ સ્વીટ, વિશાલ ડેરી ફાર્મ, મનમોહન ડેરી ફાર્મ, આર.કે.શોપીંગ એન્ડ ફરસાણ, અરીહંત નમકીન અને સુખસાગર ડેરી ફાર્મમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૩૫ પેઢીઓની ચકાસણી દરમિયાન ૪ સ્થળેથી નમુના લેવાયા હતા. જ્યારે ૨૦ વેપારીઓને અલગ અલગ કારણ સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. ૬૪ કિલો પસ્તી, ૩ કિલો દાઝયા તેલ, વાસી મીઠાઈ અને ફરસાણનો ૨૪ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.