Abtak Media Google News

મનપાની સ્કુલોમાં અસરગ્રસ્તોને આશરો: બાલમંદિર અને આંગણવાડીઓ પણ બંધ

સૌરાષ્ટ્રભરમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ અને વાવાઝોડાનાં લીધે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા.12 અને તા.13 બાદ ગઈકાલે રાતનાં 14મી જુનનાં પણ રજા રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાનો ખતરો ઘટયો છે પણ ટળ્યો નથી એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનાં જીવને જોખમ ન થાય તેમજ અસરગ્રસ્તોને હાલ મનપાની શાળાઓમાં રાખવામાં આવ્યા છે. બાલમંદિર અને આંગણવાડીઓ પણ જે અનુસંધાને બંધ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલનાયક ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસની રજા બાદ આજે પણ રજા યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને ભવનો બંધ રાખવામાં આવશે જોકે શાળા-કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફ અને વહિવટી સ્ટાફને હાજર રહેવા માટે જણાવાયું છે.

Advertisement

સરકાર વિદ્યાર્થીઓને બે-ત્રણ દિવસ અભ્યાસ ન થાય તેનાં કરતાં વિદ્યાર્થીઓ ઘરથી દુર કોલેજો-સ્કુલોએ જાય તો વરસાદની સંભાવનાનાં પગલે હાલાકી કે દુર્ઘટનાનું જોખમ વધી જાય જેને લઈને આજે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રની શાળા અને કોલેજો બંધ રાખવાનું જાહેર કરાયું છે જોકે સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાનું પ્રમાણ ઘટયું છે પણ વરસાદ અમુક વિસ્તારોમાં ભારેથી ભારે પડે તેવી શકયતા છે. હવે આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થાય તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.