Abtak Media Google News

વન વિભાગમાં ખાણ માફિયાઓ અને શિકારીઓના વધતા જતા આતંકને પગલે સુપ્રીમે સરકારને આપ્યો આદેશ

દિન પ્રતિદિન વન વિભાગના આધિકારીઓ પર હુમલાઓના પ્રમાણ સમગ્ર દેશભરમાં વધી રહ્યા છે. રાજકોટ હોય કે સૌરાષ્ટ્ર, ગુજરાત કે દેશભરમાં આ પ્રકારના હુમલાઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ મામલે એક મહત્વનો ચુકાદો આપતા રાજ્ય સરકારોને પૂછ્યું છે કે, શુંફોરેસ્ટ ગાર્ડને લાઠીની જગ્યાએ બંદૂક આપી શકાય નહીં ? જમીન માફિયા, શિકારીઓનો ખતરો હવે પ્રાણીઓથી વધુ ફોરેસ્ટ ગાર્ડને હોય તેવુ જોખમ ઉભું થયું છે ત્યારે આ મામલે સુપ્રીમેં મહત્વની બાબત નોંધી છે.

સુપ્રીમના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને વી. રામાસુબ્રમણિયમની ખંડપીઠે મામલામાં સુનાવણી કરતા નોંધ્યું હતું કે, લિઝની આવક, માઇનિંગનું ભાડા સહિતની જે આવક વન વિભાગને થાય છે તેનો ઉપયોગ શું ફોરેસ્ટ ગાર્ડને પધબુંકથ, બુલેટપ્રૂફ જેકેટ આપવા માટે ન કરી શકાય ?. સુપ્રીમે નોંધ્યું છે કે, વન વિભાગને થતી આવકનો ઉપયોગ ફોરેસ્ટ ગાર્ડની સુરક્ષા માટે ધબુંક અને બુલેટપ્રૂફ જેકેટ આપવા માટે ઉપયોગમાં લેવી જોઈએ. સુપ્રીમે વધુમાં નોંધ્યું હતું કે, અસમ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમા વન વિભાગના અમુક રેન્કના અધિકારીઓને પણ ધબુંક આપવામાં આવ્યા છે જેની સુપ્રીમે નોંધ લઈને આ નિર્ણય કર્યો છે.

વન અધિકારીઓ દ્વારા તાજેતરમાં પેંગોલિનની ત્વચા જપ્તીના કેસનો હવાલો આપતા સીજેઆઈએ ઉલ્લેખ કર્યો હતો કે,  ચીનમાં કેટલાક લોકો માને છે કે કેટલીક પ્રવૃત્તિઓ માટે આ સારું છે. લાખો રૂપિયાનો વેપલો પણ કરવામાં આવે છે. અમુક વિસ્તારોમાં વન વિભાગના સૈનિકો ખૂબ જ શક્તિશાળી સંગઠિત ગેંગ સામે પણ સંઘર્ષ કરતા હોય છે. પ્રતિબંધિત વન્યપ્રાણી અને વસ્તુઓનો ગેરકાયદેસર વેપલો પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે જે ગુન્હાહિત પ્રવૃતિઓ સામે પણ વન વિભાગના અધિકારીઓએ લડવાનું હોય છે. ખંડપીઠે કહ્યું હતું કે,  સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર સાથે બેઠક યોજીને વન્ય વિસ્તારમાં થતા ગેરકાયદે વેપલા સામે લડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં એક ખાસ પાંખના ગઠન માટે યોગ્ય યોજના ઘડી કાઢવી જોઈએ.

આ અરજી મહારાષ્ટ્રની અમરાવતી ખાતેની એનજીઓ નેચર કનસર્વેશન સોસાયટી દ્વારા સુપ્રીમમાં સિનિયર એડવોકેટ શ્યામ દિવાન મારફત કરવામાં આવી છે. જેમાં દિવાને નોંધ્યું છે કે, વિશ્વભરમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધીમાં ૩૨% ફેટલ એટેક વન વિભાગના અધિકારીઓ પર કરવામાં આવ્યા છે. જેનાથી સ્પષ્ટ છે કે, ખાણ માફિયા, લાકડાની ચોરી કરનારાઓ ફેમજ શિકારીઓનો ત્રાસ વન વિભાગમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં ફોરેસ્ટ ગાર્ડનો ભોગ લેવામાં આવે છે.

દિવાને વધુમાં ઉમેર્યું છે કે, ફક્ત શારીરિક જ નહીં પરંતુ વન્ય માફિયાઓ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ પર માનસિક આક્રમણ પણ કરાઈ રહ્યો છે. વન વિભાગના સૈનિકો પર ખોટા એટ્રોસીટીના કેસ કરીને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવવામાં પણ તેઓ કચાસ છોડતા નથી. તાજેતરમાં જ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આ પ્રકારે ફોરેસ્ટ ગાર્ડ પર એટ્રોસીટીનો કેસ કરવામાં આવ્યો હતો.

હાલ જવા અરજી દાખલ કરવામાં આવી છે તેને ધ્યાને રાખીને સુપ્રીમની ખંડપીઠે ફોરેસ્ટ ગાર્ડને જરૂરિયાત જણાયે વિસ્તાર, સમય અને રેન્કના આધારે પધબુંકથ આપવા રાજ્ય સરકારોને વિચારણા કરવા તેમજ યોગ્ય આયોજનો કરીને પગલાં ભરવા આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.