Abtak Media Google News

વડાપ્રધાનના 27મીના કાર્યક્રમ માટે તૈયારીઓનો ધમધમાટ

જિલ્લાના 120 જેટલા અધિકારીઓને સોપાઇ જવાબદારી : આયોજન સંદર્ભની બેઠક માટે તમામ વિભાગોના અધિકારીઓનો જિલ્લા કલેકટર કચેરી ખાતે ધામા

હીરાસર એરપોર્ટ ખાતે જાહેરસભાના સ્થળે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાશે : આજુબાજુના જિલ્લાઓની જનતાને પણ કાર્યક્રમમાં સામેલ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આગામી 27 મીએ વિરાસર એરપોર્ટ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે જેની તૈયારીઓ માટે તંત્રમાં દોડધામ મચી છે આ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને 22 સમિતિઓની રચના કરવામાં આવી છે વધુમાં આ કાર્યક્રમમાં 50,000 ની મેચની એકત્ર કરવાની હોય તેના માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવનાર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 27 જુલાઈના રોજ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી આ લોકાર્પણ કાર્યક્રમ બાદ જાહેર સભાને પણ સંબોધવાના છે. ત્યારબાદ તેઓ ગાંધીનગર પરત ફરી ત્યાં મુખ્યમંત્રી અને  મંત્રી મંડળ સાથે ડિનર લઈને મહત્વની બેઠક યોજવાના છે. ત્યારબાદ 28મીએ મહાત્મા મંદિર ખાતે સેમિક્રોન સમિટનું ઉદ્દઘાટન પણ કરવાના છે.

એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વીવીઆઈપી મૂવમેન્ટને લઈને પણ જરૂરી આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હિરાસર એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે. અગાઉ 16 જુલાઈએ વડાપ્રધાનના હસ્તે જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું, પરંતુ તે કોઈ કારણોસર શક્ય બન્યું ન હતું. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થતાંની સાથે જ સૌરાષ્ટ્રવાસીઓને એક મોટી ભેટ મળશે.સંભવત આગામી ઓગસ્ટ માસના પહેલા સપ્તાહમાં જ રાજકોટ એરપોર્ટને હિરાસર ખાતે શિફ્ટ કરવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની છે. આ માટેની તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે

હીરાસર એરપોર્ટ  રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.

એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ ક્ધવેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.

આજરોજ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં તમામ વિભાગોના અધિકારીઓ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ, પીજીવીસીએલ, આર એન્ડ બી, એસટી સહિતના તમામ વિભાગોના અધિકારીઓ ઉપરાંત પ્રાંત, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનના કાર્યક્રમ માટે મંડપ, એરપોર્ટ, મેનપાવર, વાહન વ્યવહાર, નિમંત્રણ, મીડિયા, પાર્કિંગ, એકોમોડેશન, હેલ્થ સહિતની 22 સમિતિઓની રચના કરવામાં આવી છે આ કાર્યક્રમમાં 50 હજારની મેદની એકત્ર કરાશે. જેમાં આજુબાજુના જિલ્લાના લોકો પણ ઉપસ્થિત રહેશે. હાલ જિલ્લાના 120 જેટલા અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.