Abtak Media Google News

સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ પહેરી કેસરીયા કર્યાં

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના મજબૂત સંગઠનથી પ્રેરાઇને કોંગ્રેસના પુર્વ ઘારાસભ્ય વસંતભાઇ ભટોળ મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

વસંતભાઇ ભટોળ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી પહેરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. વસંતભાઇએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને માં અંબાની ચુંદડી અને અંબાજી માતાની મુર્તિ આપી સ્વાગત કર્યું તેમજ સાંસદ હરિભાઇ ચૌધરી, નંદાજી ઠાકોરએ ખેસ પહેરાવી પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા, રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, પ્રદેશના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડયા, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, જીલ્લા પ્રમુખ ગુમાનસિંહ, પૂર્વ સાંસદો હરીભાઇ ચૌધરી, પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ, સહ પ્રવક્તાઓ ભરતભાઇ ડાંગર, ડો.રૂત્વીજભાઇ પટેલ સહિતના પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.