Abtak Media Google News

ચક્રવાત અસાનીએ 24 કલાકમાં માર્ગ બદલ્યો, હવે આંધ્રપ્રદેશ તરફ ફંટાયું : અસાની લો-ડીપ્રેસન સર્જી ચોમાસુ વહેલું શરૂ કરાવે તેવા સંજોગ

 ચક્રવાત આસાનીએ 24 કલાકમાં પોતાનો માર્ગ બદલી નાખ્યો છે.  મંગળવાર સુધીમાં ઓડિશા અને બંગાળની ખાડી તરફ આગળ વધવાની આશંકા વચ્ચે ચક્રવાત આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યો છે. અસાની લો-ડીપ્રેસન સર્જી ચોમાસુ વહેલું શરૂ કરાવે તેવા સંજોગ ઉભા થયા છે.
હવામાન વિભાગે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.  એટલે કે વાવાઝોડું રાજ્યમાં તબાહી મચાવી શકે છે.  આ એલર્ટ બાદ રાજ્યમાં આજે યોજાનારી ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આસાનીને ધ્યાનમાં રાખીને, બુધવારે વિશાખાપટ્ટનમમાં ઇન્ડિગોની તમામ ફ્લાઇટ્સ 22 આગમન અને 22 પ્રસ્થાનરદ કરવામાં આવી છે.  તે જ સમયે, એરએશિયાએ બેંગ્લોર અને દિલ્હીથી વિશાખાપટ્ટનમની એક-એક ફ્લાઇટ રદ કરી છે.
આઈએમડીના વૈજ્ઞાનિક, સંજીવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ચક્રવાત બુધવારે સવાર સુધીમાં કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકયુ છે. તે પછી તે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.  જેના કારણે આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.  તોફાનની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ રહેશે.  11 થી 13 મે સુધી અહીં વરસાદ પડશે, સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાશે.
આ દરમિયાન ચક્રવાતને કારણે ચોમાસુ વહેલું બેસવાના પણ સંજોગ ઉભા થયેલા જોવા મળે છે. ચક્રવાત લો ડિપ્રેશન સર્જીને કા તો વરસાદ વહેલો શરૂ કરાવી શકે છે. અથવા વરસાદી સિસ્ટમને ખોરવી પણ શકે છે.
15 મે સુધી વરસાદની શક્યતા
હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં ચક્રવાતની સ્થિતિને કારણે ઉત્તર બંગાળમાં દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે.  જેના કારણે ઉત્તર બંગાળના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.  દાર્જિલિંગ અને કાલિમપોંગમાં મુખ્યત્વે ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, પરંતુ બાકીના ત્રણ જિલ્લા જલપાઈગુડી, અલીપુરદ્વાર અને કૂચ બિહારમાં ગુરુવારથી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.  જો કે, રવિવાર, 15 મે સુધી સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
વરસાદ વહેલો શરૂ થશે તો પણ ખેડૂતોને ચિંતા
જો કે ચક્રવાતને પગલે વરસાદ વહેલો શરૂ થાય તો પણ ખેડૂતોને ચિંતા રહેશે. કારણકે અત્યારે વાવણીલાયક વરસાદ પડ્યા બાદ જો વાવણી કરી દેવામાં આવશે. પછી મેઘરાજા મોટો બ્રેક લેશે તો ખેડૂતોની વાવણી નિષ્ફળ રહેવાની ભીતિ સેવાશે. માટે વહેલો વરસાદ પણ ચિંતાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.