Abtak Media Google News

મોડી રાત્રે ટેલિફોનિક ચર્ચા કરી નગરપાલિકા વિસ્તારને છુટ આપવા સહિત ઘટતું કરવા માંગ ઉઠાવીઅબતક

કોરોના વાયરસે સમગ્ર વિશ્ર્વને હચમચાવી નાખતા ભારત દેશ સહિત વિશ્ર્વભરના અનેક દેશોના ધંધા-ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. ત્યારે આની અસર ગુજરાતમાં પડી છે. છેલ્લા ૪૩ દિવસથી સમગ્ર રાજ્યના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે. મજુરોએ પણ વતનની વાટ પકડતા આગામી દિવસોમાં નાના-ધંધા, દુકાનો વાળા વેપારીઓને ભારે મુશ્કેલી ઉભી થાય તે પહેલા ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ મોડીરાત્રે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરી રાજકોટ શહેરને બાદ કરતા તમામ નગરપાલિકાના હદમાં આવતા નાના-મોટા દુકાનદારોને ધંધા-રોજગાર ચાલુ કરવા દેવા પ્રબળ માંગણી કરી છે.

પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાએ ‘અબતક’ પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવેલ કે, ગઈકાલે રાત્રે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે વાત થયા મુજબ છેલ્લા ૪૩ દિવસથી સમગ્ર રાજ્યની જનતા કોરોના નામના રોગથી બચવા પોતાના નાના-મોટા ધંધા-રોજગાર બંધ રાખી ગુજરાત રાજ્યના વહિવટી તંત્રને માત આપી રહ્યાં છે. પણ છેલ્લા ૧૦ દિવસથી વિવિધ જિલ્લાઓને ઓરેંજ, ગ્રીન અને રેડ વિસ્તારમાં સમાવવામાં આવ્યા છે. તેમાં રાજકોટ જિલ્લાનો આપના સહકારથી ઓરેંજ જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલો છે ત્યારે કોરોના વાયરસના મુખ્ય દર્દીઓ રાજકોટ શહેર અને ખાસ કરીને જંગલેશ્ર્વર વિસ્તારના છે. ટૂંકમાં રાજકોટ શહેરમાં છે ત્યારે હાલ ઓરેંજ જિલ્લામાં નગરપાલિકાની હદમાં આવતા નાના-મોટા ઉદ્યોગો ધમધમતા થતા આ લોકો ગેલમાં આવી ગયા છે પણ ઉદ્યોગો અને કારખાનામાં કામ કરતા મજૂરોને નાના-મોટા ચીજવસ્તુઓ સ્થાનિક ગામો કે શહેરમાં લેવા જવી પડતી હોય છે ત્યારે નગરપાલિકાની શહેરી વિસ્તારની દુકાનો હાલ પણ રેડ ઝોનમાં નિયમો લાગુ પડ્યાને કારણે નાના દુકાનદારો, વેપારીઓ આજે પણ પોતાના ધંધા-રોજગાર ખોલી શકતા નથી. જો મજુરો કે કામદારોને રોજી મળે છે પણ ચિજવસ્તુઓ નહીં મળે તો તે લોકો તેના વતન તરફ જતા રહેશે. આને કારણે છેલ્લા પાંચ દિવસથી ધમધમતા થયેલા ઉદ્યોગો ફરી પાછા બે મજૂરોના વાંકે બંધ પડી જાય અને કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી જવાને કારણે દેશ અને રાજ્યનું અર્થતંત્ર ખોરવાય જવાનો ભય ઉભો થાય તે પહેલા રાજકોટ જિલ્લાને ઓરેંજ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાજકોટ જિલ્લામાં આવતી તમામ નગરપાલિકામાં ઓરેંજ જિલ્લાના નિયમો લાગુ પડવા જોઈએ. મારા મત વિસ્તાર ધોરાજી-ઉપલેટામાં વિવિધ એસોસિએશનના આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને પ્રબુદ્ધ નાગરિકોએ મને રૂબરૂ તેમજ ટેલીફોનિક દ્વારા જણાવેલ કે જેમ મોટા ઉદ્યોગ અને કારખાનાઓને રાજ્ય સરકારે ધમધમતા કર્યા તેમ નગરપાલિકા વિસ્તારમાં આવતી નાની-મોટી દુકાનોના વેપાર-ધંધા સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી અનેક બાબતોનું પાલન કરવાની તૈયારી સાથે ચાલુ કરવા દયે તેવી માંગણી ઉઠવા પામી છે. ત્યારે આપ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી છો, મારા મત વિસ્તાર ધોરાજી-ઉપલેટા સહિત રાજકોટ જિલ્લાના તમામ નગરપાલિકા ના હદમાં આવતી નાની-મોટી દુકાનો ખોલવાની મંજૂરી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે તેવી આપને રાજકોટ જિલ્લાના વેપારીઓ, નાના ઉદ્યોગો, રેંકડીવાળાઓની લાગણી આપ સમક્ષ મુકુ છું અને વહેલી તકે નગરપાલિકાના વિસ્તામાં આવતી દુકાનો ખોલવાની મંજૂરી વહીવટી તંત્ર આપે તેવી સુચના વહીવટી તંત્રને આપવા માંગણી છે.

ખેડૂતોએ મધ્યમ મુદત માટે લીધેલ ધિરાણનું ત્રણ માસનું વ્યાજ માફ કરવા ધારાસભ્ય લલિત વસોયાની માગ

Photogrid 1588624133982

લોકડાઉનને પગલે સમગ્ર દેશમાં વેપાર-ઉદ્યોગથી લઈ ખેતી કરતા ખેડૂતોનો આર્થિક વ્યવહાર ખોરવાઈ જવાથી ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે રાજ્યના ખેડૂતોએ લીધેલ મધ્યમ મુદતનું ધિરાણ ઉપરનું વ્યાજ ત્રણ માસનું માફ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે ઉગ્ર રજૂઆત કરેલ છે.

ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે, છેલ્લા બે માસથી દેશમાં અને રાજ્યના વેપાર ઉદ્યોગની સાથે સાથે ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોને ગત સાલ ભારે વરસાદ બાદ વાવાઝોડુ અને હાલ કમોસમી વરસાદને કારણે થોડો ઘણો પાક માંડ બચ્યો છે. તેમાં પણ કોરોનાને કારણે પાકના યોગ્ય ભાવ મળવા મુશ્કેલ થઈ ગયા છે. પાકના ભાવો નહીં મળવાથી ખેડૂતોને નફો કરતા નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળી ખેડૂત પુત્રોએ ખેતી ઉપર મધ્યમ મુદતના જે ધિરાણો લીધેલા છે તેમાં ત્રણ માસનું વ્યાજ માફ કરવા ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયાએ ઉગ્ર માગણી કરી છે.

નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગો શરૂ થતા ભારે રાહત: મજૂરો વતન જતા અટકી જશે

Photogrid 1588624061508

છેલ્લા ૪૫ દિવસ થયા સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે વેપાર-ઉદ્યોગ બંધ થઈ ગયા હતા. પણ કેન્દ્ર સરકારના આદેશથી રાજ્ય સરકારે વિવિધ નગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને શરૂ કરવાની મંજુરી આપતા શહેરના મામલતદાર જી.એમ.મહાવદીયા તેમજ ઈન. પીઆઈ વી.એમ.લગારીયા શહેરી વિસ્તારની હદમાં આવતા નાના-મોટા ઉદ્યોગોની મુલાકાત લઈ સરકારની ગાઈડ લાઈન મુજબ ઉદ્યોગો ચાલુ કરાવ્યા હતા. આ અંગે પ્લાસ્ટીક એસોના અગ્રણી પરેશભાઈ ઉચદડીયાએ જણાવેલ કે આજથી સરકારની ગાઈડ લાઈન મુજબ અમો અમારું પ્લાસ્ટીકનું કારખાનું ચાલુ કરેલ છે. હાલમાં તો અન્ય રાજ્યો સાથે વેપારને કારણે આ ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં છે. છેલ્લા બે માસથી મજુરો-કારીગરોને વ્હાર કામે પગાર ચુકવવા પડ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગો માટેની લોનોના વ્યાજ પણ ભરવા પડશે આને કારણે આ ઉદ્યોગોને ધમધમતા કરવા સરકારે હજુ ઘણી છુટછાટો આપવાની સાથે સાથે સહાય પણ જાહેર કરવી જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.