Abtak Media Google News

અબતક, મુંબઇ

ખંડણીના કેસમાં અનેક દિવસથી પોલીસને  હાથતાળી  આપી નાસી  ગયેલા મુંબઈના  ભૂતપૂર્વ   પોલીસ કમિશનર પરમબીર સિંહને  કોર્ટે  ભાગેડુ જાહેર કર્યા છે. આ ઉપરાંત અન્ય બે  આરોપીને  પણ ફરાર ઘોષિત કરાયા છે.  કોર્ટે મુંબઈના પોલીસ કમિસનરને  ભાગેડુ જાહેર કર્યા હોવાની આ પહેલી ઘટના હોવાનું કહેવાય છે. પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક ગાડીમાં વિસ્ફોટક મળવા અને આ ગાડીના માલિકની હત્યાના કેસમાં  સચિન વાઝે અને અન્ય પોલીસની ધરપકડ કાતા ખળભળાટ  મચી ગયો હતો.

આ ઉપરાંત તે સમયના મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી  કરાઈ હતી. બાદમાં પરમબીરે  મુંબઈના માજી ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પ્રત્યેક મહિને 100 કરોડ રૂપિયા વસૂલ કરવાનો વાઝેને ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ કર્યો હતો. જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણ અને પોલીસ વિભાગમાં  સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ સિવાય દેશમુખને  તેમના પદ પરથી રાજીનામું  આપવું  પડયું હતું.એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ પાંચ વખત સમન્સ  આપવા છતાં દેશમુખ પૂછપરછ માટે હાજર થયા નહોતા છેવટે ઈડીએ દેશમુખની ધરપકડ કરી હતી.બીજી તરફ પરમબીર સિંહ પર  પણ ખંડણી  અને ભ્રષ્ટાચારના આરોપ  થયા હતા.

30 દિવસમાં પરમબીરસિંહ કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો સંપત્તિ જપ્ત કરાશે

ગોરેગામ  પોલીસે  પરમબીરસિંહ અને અન્ય આરોપી  સામે કેસ દાખલ કર્યો હતો પોલીસે વારંવાર સમન્સ આપ્યા છતાં પરમબીર સિંહ હાજર થયા નહોતા. ખંડણીનો કેસ નોંધાયા બાદ પરમબીર સિંહે ઉપરાંત આરોપીય રિયાજ ભાટી, વિનય સિંહ ગાયબ હતા. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ તરફથી  વિશેષ સરકારી  વકીસ શેખર જગતાપે પરમબીર સિંહ અને અન્ય  આરોપીને ફરાર ઘોષિત કરવા તથા જરૂરી કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી.અગાઉ સરકારે આ તમામ આરોપની તપાસ માટે ચાંદિવાલ સમિતીની નિમણૂક  કરી હતી પણ પરમબીર તેમની સામે પણ આવ્યા નહોતા દેશમુખ સામેના આરોપ પુરવાર કરવા પોતાની પાસે પુરાવા ન હોવાનું પરમબીર કહ્યું હતું.

આમ છેવટે  કોર્ટે પરમબીર સિંહ, રિયાઝ ભાટી, વિનય સિંહને ભાગેડુ જાહેર કર્યા હતા. ખંડણી અને ભ્રષ્ટાચારના આરોપમાં ફરાર પરમબીર સિંહની મુશ્કેલી વધી ગઈ છે. કોર્ટે ભાગેડુ જાહેર કર્યા બાદ હવે તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે. ફરાર પરમબીર સિંહે અને અન્ય આરોપી બાબતે  ન્યુઝ પેપરમાં કોર્ટનો આદેશ પ્રસિદ્ધ કરીને તેમને હાજર થવાનું  જણાવવામાં આવશે. 30 દિવસમાં તેઓ હાજર થશે નહીં તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર પાસે કરોડો રૃપિયાની  બેનામી સંપત્તિ હોવાનું કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.