Abtak Media Google News
  • શતાબ્દી ટ્રેન અઠવાડિયાના રવિવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે.
  • શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી  ઊપડીને  મુંબઈ જાય છે. 

travel news : હવે તમે ઓછા સમયમાં વધુ ઝડપી મુસાફરી કરી શકો છો . શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી બપોરે 01: 45 ઊપડીને  મુંબઈ સુધી પહોંચતા 07 સ્ટેશન ઉપર ઉભી રહે છે.  અને આઠમા સ્ટેશને મુંબઈ પહોંચાડે છે. અમદાવાદથી આણંદ, નડિયાદ, વડોદરા જંક્શન, ભરુચ, સુરત તેમજ વાપી, બોરિવલી અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધીમાં દરેક સ્ટેશને 2 થી 3 મિનિટ સુધીનો હોલ્ટ લે છે. આ ટ્રેન વડોદરા તેમજ સુરત 5 મિનિટ સુધી ઉભી રહે છે. આખા રુટ દરમિયાન તે 491 કિમીનું અંતર કાપે છે. શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશને બપોરે 04:18 વાગ્યે પહોંચાડે છે અને સુરત સાંજે 05:58 વાગ્યે પહોંચાડે છે.Whatsapp Image 2024 02 19 At 15.13.33 8A68D5C3

શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ પહોંચતા સુધીમાં સાડા 6 કલાક લે છે. તે 77 km/h સ્પીડથી દોડે છે. મુંબઈ છેલ્લા સ્ટેશને રાત્રે 09:20 વાગ્યે પહોંચાડે છે. શતાબ્દી ટ્રેન અઠવાડિયાના રવિવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે.શતાબ્દી ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ જ ચાલતું હોય છે. આ ટ્રેનની ટિકિટના દર અમદાવાદથી મુંબઈના જોઈએ તો AC chair Carના રુપિયા 1335, Exec. chair Carના રુપિયા 2050, vistadome ACના રૂપિા 2200, અનુભૂતિ ક્લાસના રૂપિયા 2350 છે.આ ટ્રેન અમદાવાદથી સુરત 3 કલાકમાં પહોંચાડે છે અને તેના એસી ચેયર ટિકિટના ભાવ રુપિયા 725 છે. વડોદરા આ ટ્રેન 1 કલાક અને 20 મિનિટમાં પહોંચાડે છે અને તેની એસી સીટિંગની ટિકિટ 500 રુપિયા છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.