Abtak Media Google News

અબતક,રાજકોટ

ધંધૂકામાં ધાર્મિક પોસ્ટનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો. જેમાં વિધર્મી બે યુવકે કિશન ભરવાડની હત્યા કરી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ધંધૂકાવાળી થતા અટકી હતી. સોસીયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતા 25થી વધુ લોકોએ 5 યુવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

સમાધાન માટે બોલાવી યુવાને મારમાર્યો : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ 

મળતી વિગતો મુજબ ઈન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. પોસ્ટ ડિલીટ કરવાનું કહી યુવકને ધમકી આપવમાં આવી હતી. એટલું જ નહીં સમાધાન માટે બોલાવી 25 કરતા વધુ શખ્સોએ પાંચ જેટલા યુવાનો પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

શહેરમાં રહેતા વિનય ડોડીયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી. જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલીટ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ ગાળો સાથે ધમકી આપી હતી. એટલું જ નહીં બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જોકે હુમલાની ભનક આવી જતા પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જે પોસ્ટ માટે આ વિવાદ થયો છે તેને જોતા તેમાં એક ધર્મનાં ભગવાનને અન્ય ધર્મનાં ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. ત્યારે અન્ય ધર્મનાં લોકોની લાગણી દુભાતા આ વિવાદ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.