Abtak Media Google News
  • ડેમનો દરવાજો શા માટે બંધ કર્યો કહી બે શખ્સોએ ગાળો ભાંડી

ધોરાજીના નાની વાવડી ગામે સિંચાઈના કર્મચારીએ ડેમના દરવાજા બંધ કરતા, નાની વાવડી ગામના  પૂર્વ સરપંચ સહિત બે શખ્સોએ ડેમના પાણીનો  દરવાજો શા માટે બંધ કર્યો? કહી ઝાપટ મારી, ગાળો આપ્યાની ફરિયાદ  ધોરાજી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉપલેટામાં   રામવાટીકા  એપાર્ટમેન્ટમાં રહેતા અને સિંચાઈ  યાજેનામાં ડેમના પાણીનાં  દરવાજા ખોલવા અને બંધ કરવાની  ફરજ બજાવતા વિપુલભાઈ  મોહનભાઈ જસાણીએ  ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ  ધોરાજી તાલુકાના નાની વાડી ગામે રાબેતા મુજબ ડેમના દરવાજા બંધ કર્યા હતા.

જે દરમિયાન  ગામના માજી સરપંચ  ભગાભાઈ પીઠીયા અને મયૂર પીઠીયા ઘસી આવ્યા હતા. અને કહેલ કે તે ડેમના પાણીના  દરવાજા શા માટે બંધ કર્યા ?  કહી ઝાપટ મારી  ગાળો આપી મને ફરજમાં રૂકાવટ  બંને શખ્સોએકરી છે. ધોરાજી તાલુકા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ  ફરજમાંરૂકાવટ  સહિતનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. આ  કેસની વિશેષ તપાસ  પી.એસ.આઈ.  ડી.એચ. રાખોલીયા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.