Abtak Media Google News

લોકપાલ સમિતિમાં બે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને ત્રણ નોન જયુડીશીયલ સભ્યોની કરાઈ નિયુક્ત

દેશના પ્રથમ લોકપાલ તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પિનાકીચંદ્ર ઘોષને લોકપાલના વડા તરીકે વિધિવત વરણી કરવામાં આવી છે. તેમની સાથોસાથ હાઈકોર્ટના બે ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ જસ્ટીસ અભિલાશાકુમારી અને જસ્ટીસ દિલીપબાબાસાહેબ ભોંસલે સહિત ત્રણ નોન જયુડીશીયલ સભ્યોની વરણી કરવામાં આવી હતી. લોકપાલ સિલેકશન કમિટીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ દ્વારા જસ્ટીસ પી.સી.ઘોષના નામની વરણી ઉપર તાજ મુકવામાં આવ્યો હતો ત્યારે સિલેકશન કમિટી દ્વારા કોંગ્રેસના નેતા મલિકા અર્જુન ખડગેને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓએ બેઠકમાં ભાગ લીધો ન હતો.

Advertisement

જયારે લોકપાલમાં ૩ નોન જયુડીશીયલ સભ્યોની વરણી કરવામાં આવી છે તેમાં અર્ચના રામાસુંદરમ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી ડી.કે.જૈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જસ્ટીસ અભિલાશાકુમારી હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના જજ તરીકે ૨૦૦૫માં જોડાયા હતા અને ૨૦૦૬માં તેમની ટ્રાન્સફર ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી. ૨૦૧૮માં તેઓ મણીપુર હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે પણ પદભાર સંભાળ્યો હતો.

ત્યારે તેમની નિવૃતિ બાદ તેઓને ગુજરાત સ્ટેટ વ્યુમન રાઈટ કમિશનના ચેરપર્સન તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. જસ્ટીસ ભોંસલેની વાત કરવામાં આવે તો તે ૨૦૦૧માં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે પદભાર સંભાળ્યો હતો. જયારે ૨૦૧૨માં કર્ણાટક હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેઓને ૨૦૧૬માં અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા અને તેઓ તેમના પદભાર ઉપરથી ૨૦૧૮ના ઓકટોબર માસમાં નિવૃત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.