Abtak Media Google News
  • પ્રૌઢ અને શ્રમિકનો ફાંસો ખાઇ આપઘાત: યુવકનું ડુબી જતા મોત અને પરપ્રાંતિય યુવકનો મૃતદેહ મળ્યો

મોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવોની પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી છે. જેમાં મોરબી સીટીમાં અને ગ્રામ્યમાં અપમૃત્યુના ત્રણ બનાવ તેમજ વાંકાનેર ગ્રામ્યમાં એક અપમૃત્યના બનાવો નોંધાયા છે.

Advertisement

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી નજીક વરીયાનગરમાં રહેતા 52 વર્ષીય ભરતભાઇ ચંદુભાઇ સેલાણીયાએ પોતાના રહેણાંકમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે મૃતક ભરતભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરી આગળની ખાતાકીય કાર્યવાહી સબબ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. ત્યારે બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગેની અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

મોરબી ગ્રામ્યમાં લખધીરપુર રોડ ઉપર આવેલ અલસેરા સીરામીકમાં કામ કરતા અને ત્યાં જ લેબર કોલોનીમાં રહેતા દેવેન્દ્રભાઇ પ્રિતમલાલ અહીરવાલ ઉવ.24 ગઈકાલે લખધીરપુર રોડ ઉપર પસાર થતી કેનાલમાં કોઈ કારણોસર ડૂબી જતા તેની ડેડ બોડી મુકેશભાઇ પટેલ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ માટે લઇ આવ્યા અંગે જાણ કરતા મોરબી તાલુકા પોલીસે ઇંક્વેસ્ટ પંચનામું કરી અ.મોત રજી. કરી વધુ તપાસ હાથ ધરી છે.મોરબી તાલુકાના ગામ લક્ષ્મીનગરથી બેલા જવાના રસ્તે અન્નપૂર્ણા હોટલ સામે દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાં શ્રીનાથ સુરેશભાઇ ખોટ અગમ્ય કારણોસર મૃત્યુ થયું હોય.

વાંકાનેર તાલુકાના ઢૂવા-માટેલ રોડ ઉપર સુઝોરા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ એમપીના જાંબુઆના ભીમાભાઇ ચૌહાણએ તા.06 મે ના રાત્રિના કોઇપણ સમયે ગળેફાંસો ખાઇ હાલતમાં ડેડબોડી મળી આવી હતી. ત્યારે સમગ્ર બનાવ બાબતે સુઝોરા સીરામીકના મુકેશભાઈ કનેટીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટેલિફોનિક જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે અપમૃત્યુના બનાવમાં અ.મોતની નોંધ કરી મરણ જનારની ડેડબોડીને પીએ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.