સોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિકોની સુવિધા માટે ચાર કમ્પાર્ટમેન્ટ બોકસ ઉભા કરાયા

પ્રથમવાર વાહન પાકીંગ માટે ફાસ્ટ ટેગ પેમેન્ટની સુવિધા

પ્રથમ જયોતિલીંગ સેવા સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રાવણ માસમાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડતા હોય છે. ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટરમાં યાત્રિકોના રોકાણ માટે ચાર કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં 40 રૂમ બનાવવામાં આવ્યા છે વાહન પાકીંગ માટે પણ પ્રથમવાર ઓનલાઇન ફાસ્ટ ટેગ પેમેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે.

વિશ્ર્વ પ્રસિઘ્ધ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથને ભજવાનો પવિત્ર શ્રાવણ માસની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઇના માર્ગદર્શન હેઠળ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.દેશ-વિદેશથી વાહનોમાં સોમનાથ દર્શને આવતા યાત્રિકોની સુવિધામાં હાલના ચાલુ પાકીંગ ઉપરાંત વધારાના ત્રણ પાકીગ પોઇન્ટો ખાસ ઉભા કરાયા છે.

નમસ્તેજી શ્રી પદમાવતી ઓન લાઇન સર્વીસ પાકીંગ લીમીટેડના હેત પટેલ કહે છે કે સોમનાથ એસ.ટી. ડીપો સામે વી.આઇ.પી. પાકીંગ ક જેમાં એકી સાથે 400 જેટલા વાહનોનો સમાવેશ થઇ શકે તો ત્રિવેણી રોડ ઉપર રામ મંદિર પ્રવેશ દ્વાર સામે વિશાળ પાકીંગ નવું ઉભુ કરાયું છે જેમાં 700 જેટલા વાહનો તો વેણેશ્ર્વર સર્કલ ખાતે 400 જેટલા વાહનો સમાવાની ક્ષમતા છે.

ર6 જેટલા એરપોર્ટ પાકીંગ અનુભવી તે વિશેષમાં ઉમેરે છે કે આ પાકીંગમાં ઓન લાઇન પેમેન્ટ ફાસ્ટ ટેગ પેમેન્ટની આગવી જોગવાઇ છે. જેને માટે કોમ્પ્યુટરો ગોઠવાયા છે. જે એકી સાથે 1પ જેટલી ગાડીઓના પેમેન્ટ કેપચ્યુર કરી શકશે.

સોમનાથ યાત્રિ સુવિધા ભવનનના વિશાળ હોલમાં ચાર કર્મ્પાટમેનટ તાકીદના ધોરણે બનાવાયાં છે જે સંપૂર્ણ એસી હશે અને પ્રત્યેક કર્મ્પાટમેન્ટમાં દસ-દસ બેડ હશે એટલે કે કુલ 40 બેડની રહેવા વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે જે શ્રાવણ માસમાં અત્યારથી જ ભાવિકોના પ્રવાહ અનુલક્ષી તારીખ ર6 જુલાઇથી પ્રારંભ કરી દેવાય તેવી શકયતા છે.