Abtak Media Google News

જિલ્લા કલેકટરે માર્ગદર્શન આપ્યું

જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા પીસી એન્ડ પીએનડીટી સેલ એડવાઈઝરી કમિટિ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ ડિસ્ટ્રીક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સ્ટિયરિંગ કમિટીની મિટિંગ યોજાઈ હતી. જેમાં સંબંધિત વિભાગના વિવિધ અધિકારીઓને માહિતગાર કરાયા હતા અને સૂચનાઓ આપી કામગીરી ઝડપી બને તે માટેના સૂચનો કરવામાં આવ્યાં હતાં.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો એચ.એચ.ભાયા અને જિલ્લા આર.સી.એચ અધિકારી ડો. એ.એસ.રોય દ્વારા ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં 0થી 18 વર્ષના તમામ બાળકોની આરોગ્યની તપાસ અને સારવાર તેમજ એકપણ બાળક શાળા આરોગ્ય કાર્યક્રમથી વંચિત ન રહે અને છેવાડાના માનવી સુધી સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે, બાલસખા યોજના, જનની શિશુ સુરક્ષા, ખિલખિલાટ, ન્યૂ બોર્ન ક્રિટિકલ સારવાર ત્વરિત મળી રહે તે માટે સેવાકીય માળખાને વધુ મજબૂત બનાવવા સૂચનો આપ્યા હતા.
જ્યારે જિલ્લામાં દર ત્રિમાસિક ક્લિનિકલ ઈન્સ્પેક્શન પૈકી કુલ નોંધાયેલ ક્લિનિકના ઈન્સ્પેક્શન પણ સઘનતાપૂર્વક કરવામાં આવેલ છે.

જ્યારે પીએન્ડ ડીટી એક્ટ-1994 અંતર્ગત નવા રજિસ્ટ્રેશન માટે આવેલ અરજી ડો.ભક્તી વીમેન્સ હોસ્પીટલ ઉના નવું રજિસ્ટ્રેશન, શિવમ સર્જિકલ હોસ્પિટલનું રિન્યૂ રજિસ્ટ્રેશન તેમજ અરજદારનું અવસાન થતાં તેમના પતિ વતી અરજી કરેલ હોવાથી નિમાવત હોસ્પીટલ ઉનાનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે.

ડિસ્ટ્રીક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સ્ટિયરિંગ કમિટી દ્વારા અવેરનેસ પ્રોગ્રામ કરેલી 5 શાળાઓમાંથી 4 શાળાઓના 100 વાર વિસ્તારમાં કોઈપણ પાનનો ગલ્લો નથી. એપિડેમિક મેડિકલ ઓફિસર ડો.દિવ્યેશ ગૌસ્વામી દ્વારા તમાકુ નિયંત્રણ હેઠળ થયેલ શાળા અવેરનેસ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી અને વિવિધ શાળા, કોલેજ અવેરનેસ કાર્યક્રમ તાલીમ અને દંડ વસૂલાતની કાયદાકીય અમલવારી વધુ કડક બનાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી અને અધ્યક્ષસ્થાનેથી અન્ય ભૌતિક કામગીરીને બહાલી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.