Abtak Media Google News

ભારતીય ટીમની સફળતાનોએક  મંત્ર સુકાની અને કોચ દ્વારા જે ફિટનેસ પર ભાર મુકવામાં આવ્યો હતો એને આભારી છે અને ભારતીયે ટીમ મેનેજમેન્ટ દ્વારા પ્રથમ વખત યો યો ટેસ્ટ દાખલ કરવામાં આવ્યા બાદ અને તેને ફરજીયાત બનાવ્યા બાદ હવે ભારતીય ટીમના પગલે આઈપીએલની ચાર ટીમોએ પણ યો યો ટેસ્ટ પોતાની ટીમના ખેલાડીઓ માટે ફરજીયાત બનાવ્યા છે.

ઈંઙક ટીમો પણ ફિટનેસને લઈને ગંભીર દેખાઈ રહી છે. હવે ફ્રેન્ચાઈઝી કોઈ પણ કિંમતે પોતાના ખેલાડીઓની ફિટનેસ સાથે સમજૂતી કરવાના મૂડમાં નથી.ઈંઙકમાં પણ ટીમ ઇન્ડિયાની જેમ જ યો-યો ટેસ્ટ લેવામાં આવશે. ગત વર્ષે ઇઈઈઈંએ ખેલાડીઓની ફિટનસે જાણવા માટે આ ખાસ યો યો ટેસ્ટને ફરજિયાત કરી દીધી હતી. કુલ ચાર ફ્રેંચાઇઝીએ પોતાના ખેલાડીઓ માટે યો યો ટેસ્ટ ફરજિયાત કરી દીધી છે.

આ ચાર ટીમમાં  મુંબઈ ઇન્ડિયન્સે યો યો ટેસ્ટને લાગુ પણ કરી દીધી છે. મુંબઈ ઇન્ડિયન્સે થોડા દિવસ પહેલા જ મુંબઈની બહાર ખેલાડીઓની ફિટનેસની ચકાસણી કરી હતી. આ યો યો ટેસ્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટે ખેલાડીઓને ૧૪.૫ સેક્ધડનું લેવલ હાંસલ કરવાનું ટાર્ગેટ આપ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સે પણ પોતાના ખેલાડીઓ માટેની આ યો યો ફિટનેસ ટેસ્ટ ફરજિયાત કરી છે. જ્યારે સરનાઈઝર્સ હૈદ્રાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ખેલાડીઓ માટે પરંપરાત ફિટનેસ ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે.

યો યો ટેસ્ટ માટે ખેલાડીએ ખુદને વ્યવસ્થિત રીતે સ્પીડ કરવાની જરૂર હોય છે. આમાં ખેલાડીએ અલગ અલગ રીતે દોડવું, નિશ્ચિત સમયમાં દોડવું અને નિશ્ચિત સમયમાં દોડ પૂરી કરવાની હોય છે. આ પરીક્ષણ બાદ ખેલાડીને સ્કોર આપવામાં આવે છે. નવા ખેલાડી માટે બેઝિક સ્કોર કરવો ફરજિયાત હોય છે. યો યો સ્કેલ પર સ્કોર ૧૬.૧ હોવો જોઈએ.

ખેલાડીઓની ફિટનેસ પારખવા માટે યો યો ટેસ્ટ બિપ ટેસ્ટનું એડ્વાન્સ વર્ઝન છે. ૨૦-૨૦ મીટરના અંતરે બે લાઇન બનાવીને કોન રાખી દેવામાં આવે છે. એક છેડેની લાઇન પર ખેલાડીનો પગ પાછળની તરફ હોય છે અને તે બીજી તરફ દોડવાનું શરૂ કરે છે. દરેક મિનિટ બાદ ઝડપ વધારવાની હોય છે અને જો ખેલાડી સમયસર લાઇન પર ના

પહોંચી શકે તો તેણે બે બિપ્સની અંદર લાઇન સુધી પહોંચવાનું હોય છે. જો ખેલાડી આવું કરવામાં નિષ્ફળ રહે તો તેને ફેઇલ માનવામાં આવે છે. ૧૯૯૦ના દાયકામાં મોહંમદ અઝહરુદ્દીન, રોબિનસિંહ અને અજય જાડેજાને બાદ કરતાં અન્ય ખેલાડીઓનો ૧૬-૧૬.૫નો સ્કોર કરવાનો રહેતો હતો. અત્રે યાદ આપીયે કે સુરેશ રૈના  અને યુવરાજ સિંઘ જેવા ખેલાડી પણ યો યો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા અને તેને કારણે ટીમમાંસ્થાન પામી શક્ય ન હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.