Abtak Media Google News

વૃંદાવન સોસાયટી પાસેના આવાસ યોજનાના બંધ કવાર્ટરમાંથી 816 બોટલ દારૂ પકડાયો

 

અબતક, રાજકોટ

31 ડીસેમ્બર નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો પ્યાસીઓની પ્યાસ બુઝાવા માટે ઠનગની રહ્યા છે પરંતુ પોલીસની નજરથી બચવું મુશ્કેલ હોય છે. ત્યારે કોઠારીયા રીંગ રોડ નજીક સ્વાતી પાર્ક, રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ એરીયા પાછળ બંધ શેરીમાંથી વિદેશી દારૂની 412 બોટલ, ટ્રક, કાર છોટાહાથી, મોબાઇ અને રોકડ સાથે ચાર શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે તેમ જ વૃંદાવન સોસાયટી નજીક આર.એમ. સી.ના બંધ કવાર્ટરમાંથી વિદેશી દારૂની 816 બોટલ પેરોલ ફર્લો સ્કોવડે ઝડપી કુલ રૂ. 19.19 લાખના મુદામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ કોઠારીયા રીંગ રોડ નજીક સ્વાતિ પાર્કમાં બંધ શેરીમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. વી. જે. જાડેજાની ટીમને મળતા સ્વાતિ પાર્કમાં દરોડો પાડતા વિદેશી દારુની બોટલો તથા ચપલા મળી કુલ નંગ 416 તેમ જ સ્થળ પરથી જીજે 04 એ ડબલ્યુ 9433 નંબરનો ટ્રક, જી.જે. 03 ડીબી 9797 નંબરની હન્ડાઇ કાર, જીજે 036 બીવી 3813 નંબરનું છોટા હાથી, ચાર મોબાઇલ અને રોકડ 18 હજાર મળી કુલ રૂ. 16,25 લાખના મુદામાલ સાથે ટ્રકમાં અન્ય રાજયોમાંથી દારૂ લાવનાર કાલાવડ રોડ પર હરીપર ગામના પાટીયા પાસે આવેલી સહજાનંદ વાટીકા શેરી નંબર 04 માં રહેતો દિપક ઉર્ફે કીરીટ પરમાર અને વેલનાથમાં રહેતો વિપુલ દિનેશભાઇ રાઠોડ તેમ જ કાર અને છોટાહાથીમાં શરાબ લેવા માટે આવેલા ખોખળ નદીના પુલ પાસે જડેશ્ર્વર સોસાયટી, વેલનાથ મંદિર નજીક રહેતો જીગ્નેશ પ્રવિણભાઇ ડોડીયા અને શ્રઘ્ધા પાર્ક મેઇન રોડ, શેરી નંબર 1 માં રહેતો કલ્પેશ કેશવલાલ બુટાણી નામના શખ્સોનો ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે. જાડેજા, એ.એસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ બોરાણા, શકિતસિંહ ગોહીલ અને કુલદીપસિંહ જાડેજાએ ઝડપી લીધા છે.

જયારે કાલાવાડ રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી નજીક આવેલા આર.એમ.સી. આવાસ યોજનાના કવાર્ટરના બ્લોક નં. 4 કવાર્ટર નં. 1009 માં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહીતી પેરોલ ફલો સ્કવોડના પી.એસ.આઇ. એમ.એસ. અંસારીની ટીમને મળતા સ્ટાફ સાથે માહીતી મળેલા બ્લોકમાં જતા કવાર્ટર બંધ હાલતમાં હોઇ પંચોને બોલાવી તાળુ તોડી તેમાંથી વિદેશી દારૂની રૂ. 2.94 લાખનો મુદામાલ પી.એસઆઇ એમ.એસ. અંસારી, કોન્સ્ટેબલ શીવરાજભાઇ ચાનીયા, કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ રાણા સહીતના સ્ટાફે ઝડપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.