Abtak Media Google News

સમય મર્યાદાનો ભંગ કરનારા ૧૦ વેપારી સામે કાર્યવાહી

જામનગરમાં ગઈકાલે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવી વેપાર કરતા ચાર વેપારી અને સમયમર્યાદાનો ભંગ કરતા દસ વેપારી પોલીસની ગીરફતમાં આવ્યા હતાં. કારણવગર રખડતા અને વાહનમાં ઠસોઠસ મુસાફર ભરતા વાહનચાલકો પકડાઈ ગયા હતાં.

જામનગર શહેરમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણના કારણે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આપવામાં આવેલા અનલોક-૨માં કેટલીક છૂટછાટો જાહેર ઈ છે. વેપારીઓને રાત્રીના આઠ વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની પરવાનગી આપવા ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક વિગેરે નિયમોનું પાલન કરવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. તેમ છતાં કેટલાક સ્ળે તેનો ભંગ તો જોવા મળતો હોય પોલીસ તે વેપારીઓ સામે કામગીરી કરી રહી છે.

ગઈકાલે શહેરના ગુલાબ નગર પાસે આવેલી તાજ હોટલ રાત્રીના આઠ વાગ્યા પછી પણ ખુલી જોવા મળતા પોલીસે તેના સંચાલક સાહીલ સલીમ સુધાગુનીયા સામે અને ત્યાં જ આવેલી રાજ પાન નામની દુકાનવાળા અનિલ શ્રીચંદ સીંધી, એકતા પાનવાળા હુસેન નુરમામદ ખીરા તા પંચવટી સર્કલ પાસે હનીફ જુસબ સંધીએ પોતાની દુકાન સમયમર્યાદાનો ભંગ કરી ચાલુ રાખી હતી.

હેડ કવાટર પાછળ ગોલ્ડન સિટી નજીક રાજેશ દીવ્યકાંત રાયજાદાએ પોતાની ફરસાણની દુકાન, સિક્કામાંી મામદ અબ્દુલ વાઘેર અને ફારૃક જુનસ વાઘેરે પોતાની અનાજ-કરિયાણાની દુકાનો મોડે સુધી ચાલુ રાખી હતી. જોડીયામાં હાજી આરબીભાઈ વાઘેર, કાનાલુસમાં કાર્તકી ગોપાલસિંહ દાસ, કાલાવડમાં ચુનીલાલ વીરુમલ સીંધીએ પણ સમયમર્યાદાનો ભંગ કર્યો હતો. જ્યારે દિગ્વિજય પ્લોટ ૪૯માં હરેશભાઈ કેસુભાઈ દામાએ પોતાની સંતોષ વસ્તુ ભંડાર નામની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવ્યો હતો. પોલીસ હેડ ક્વાટર પાછળ કિશોર મુઈજીભાઈ દામાએ શાકભાજીની દુકાનમાં ગ્રાહકો વચ્ચે અંતર જાળવ્યુ ન હતું. પંપ હાઉસ પાસે પટેલ ડીલક્સ પાન નામની દુકાન ચલાવતા પ્રભુદાસ વલ્લભભાઈ તારપરાએ પણ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવ્યો હતો. જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં ગઈકાલે રાત્રે કારણ વગર આંટા મારતા હાર્દિક લખમણભાઈ મકવાણા, જયદીપ બીપિનભાઈ પટેલ, જામવાડીમાંથી નરસીભાઈ મેણંદભાઈ ચાવડા, સમાણામાંથી રસીક છગનભાઈ વાદી, કાલાવડ તાલુકાના આણંદપરમાથી રોહીત ગીધાભાઈ કોળી નામના શખ્સો કારણવગર આંટા મારતા મળ્યા હતાં અને ધ્રોલના ત્રિકોણબાગ તેમજ ગાંધીચોકમાંથી સાજીદખાન મહોબતખાન જલવાણી અને વસંતભાઈ મનસુખભાઈ પરમાર નામના બે વાહન ચાલક પોતાના વાહનમાં ઠસોઠસ મુસાફર ભરતા મળી આવ્યા હતાં.

 માં ઘુસ્યો કોરોના: બે પોઝિટિવ

જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીના બે કર્મચારીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળતા આખી ઓફિસને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્ક હીરેન ગોસ્વામી અને એકાઉન્ટ શાખાના કોન્સ્ટેબલ પ્રવિણ સાદરીયાને કોરોના લાગુ પડતા તેઓને સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ આખી એસ.પી.કચેરીને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી અને અમુક કલેરીકલ સ્ટાફને રજા આપવામાં આવી છે.

સાંજે ૬ વાગ્યે દુકાનો બંધ કરવાની અપીલ પાછી ખેંચાઈ

જામનગર શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં થઈ રહેલા ચિંતાજનક વધારાને ધ્યાનમાં લઈને જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાએ કોરોનાના વ્યાપને વિસ્તરતો રોકવાના અને સરકારી તંત્રને મદદરૃપ વાના શુભ હેતુસર વેપારી મંડળના સભ્યો સહિત શહેરના તમામ વેપારીઓ, દુકાનદારોને સાંજે છ: વાગ્યે દુકાનો બંધ કરી દેવાની અપીલ કરી હતી.

પરંતુ આ અપીલના કારણે વેપારીઓમાં અસંમજસની સ્થિતિ પેદા થઈ હતી અને પરિણામે અપીલને મિશ્ર અને નબળો પ્રતિસાદ મળ્યો હતો. આ અપીલના કારણે જાહેર કરાયેલી સમયમર્યાદાી વેપારી વર્ગને મુશ્કેલી પડી રહી હોવાની વિગતો તેમના ધ્યાન પર આવી હતી. કોરોના સંક્રમણમાં વેપારી વર્ગ પણ સુરક્ષિત રહે અને વેપારીઓ માટે પણ જાન હૈ તો જહાન હૈ નો ધ્યેય હોવા છતાં દ્વિધા જેવી પરિસ્િિત પેદા તાં આ અપીલને પરત ખેંચી લેવાની જાહેરાત તેમણે કરી છે.

વેપારીઓ ભયમુક્ત અને સારા માહોલમાં પણ તેમના વેપાર-ધંધા કરે તેવા પ્રયત્નો વેપારી મહામંડળના કાયમ માટે રહ્યાં છે, અને ભવિષ્યમાં પણ રહેશે. વેપારીઓ સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણેના સમયપત્રક મુજબ નિયમોની અમલવારી સો રાબેતા મુજબ વેપાર-ધંધા કરે અને પોતાની જાતને તા ગ્રાહકો સુરક્ષિત રહે તેવી વ્યવસ કરે તેમ નિવેદનના અંતે તેમણે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.