Abtak Media Google News

રામજી મંદિરનો પાટોત્સવ, કાગના ફળીયે કાગની વાતુ, કાગ એવોર્ડ અને લોકડાયરો યાજાશે

કાગબાપુની પવિત્ર ભૂમિ કાગધામ-મજાદર ખાતે, કાગ નિર્વાણ તિથિ,(ફાગણ સુદ ચતુર્થી)તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ પૂજય મોરારી બાપુની પાવન નિશ્રામાં ચતુર્વિધ કાર્યક્રમો યોજાશે.કાગબાપુની આ ૪૩મી પુણ્યતિથિ છે. ત્યારે એક નવ નિર્મિત રામજી મંદિરનો પાટોત્સવ, બીજો કાંગના ફળીએ કાગની વાતું  ત્રીજો કાગ એવોેર્ડ અર્પણ વિધિ અને ચોથો. કચ્છ-કાઠિયાવાડ-ગુજરાતના નામી-અનામી લોકકલાકારોનો રાતભર ચાલતો ડાયરો. મંદિરનો આ બીજો પાટોત્સવ છે. ૨૦૦૨ થી શરૂ થયેલો આ ૧૯મો કાગ એવોર્ડ અર્પણ સમારોહ છે.અને પ્રવચન શ્રુંખલાનો આ ૧૫મો મણકો છે. કાગબાપુની પુણ્યતિથિ નિમિતે લોક કલાકારો દ્વારા યોજાતો ડાયરાનો ૪૩મો મણકો છે.

૨૦૦૨ થી ૨૦૦૫ સુધી એવોર્ડ અર્પણ અને ડાયરાનો કાર્યક્રમ એ બે જ ઉપક્રમ રહેતા. ૨૦૦૬ થી અવોર્ડ-અર્પણ સમારોહ પહેલાં બપોરે લોકસાહિત્ય સંગોષ્ઠી યોજાવાનું શરૂ થયું. કાગના ફળીયે કાગની વાંતુ અંતર્ગત સંગોષ્ઠીનો આરંભ થયો જેમાં કવિ કાગના જીવન અને કવન, વ્યકિતત્વ અને કર્તૃત્વ,જીવન પ્રસંગો અને લોકસાહિત્યરકાર તરીકેની તેમની વિશેષતાઓની વિદ્વાન વકતાઓ દ્વારા રજુઆત થાય છે.પૂજય બાપુ શ્રોતા તરીકે આ અવસરે વકતાઓનાં વકતવ્યો ને માણે છે.૨૦૦૬ અને ૨૦૦૭માં સંચાલક બળવંતભાઈ જાની ઉપરાંત એક વકતા એમ કુલ બે વ્યકિતઓના વકતવ્યો યોજાયેલા,૨૦૦૮ થી સંચાલક ઉપરાંત અન્ય બે વકતાઓ પોતાના સ્વાધ્યાય-અભ્યાસનો અર્ક શ્રોતાઓને પીરસે છે.

દરમિયાન ૨૦૧૮ના કાગોત્સવ સમારોહમાં પૂજયબાપુએ પોતાના મનની એક વાત રજુ કરતાં કહેલું કે-કાગધામમાં રામજી મંદિર નવનિર્મિત થાય, અને એ એક વર્ષના સમયગાળામાં જશકય હોય તો વધુ સારૂ.

7537D2F3 11

પૂજય બાપુની આ વાતની સાર્થકતા રૂપે અહી રામજી મંદિર નવા નિર્માણ પામ્યું અને એનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૧૯ના કાગોત્સવ દરમિયાન ઉજવાયો એ રીતે આ વર્ષે રામજી મંદિરનો બીજો પાટોત્સવ ગણાય, આ નિમિતે અન્ય કોઈ વિધિવત કાર્યક્રમ નથી પરંતુ પૂજય બાપુ મંદિરમા પધારશે એ જ મંદિરનો પાટોત્સવ એમ યજમાન શ્રી બાબુભાઈઅઇે જણાવ્યું છે.

લોક સાહિત્યના મર્મી અને માણતલ એવા શ્રી બળવંત જાનીના સંચાલન અને સંકલન અંતર્ગત પ્રસિદ્ધ લોક સાહિત્યકાર પ્રભુદાન સુરુ અને જાણીતા લોકગાયક, ગુજરાતી ફીલ્મના લેખક, દિગ્દર્શન અને પાર્શ્ર્વગાયક અરવિંદ બારોટ એ બે વકતાઓ કાગ બાપુના જીવન અને કવનને કેન્દ્રમાં રાખીને કાગના ફળિયે કાગની વાતું  માંડશે.

રાત્રી ભોજન બાદના કાર્યક્રમમાં પ્રારંભે પસંદગી પામેલા લોકસાહિત્કારોને એવોર્ડ અર્પણ થશે .દિવંગત સાહિત્કારને અપાતો આ રતિલાલ નાથાલાલ દવે રાજભા ગઢવી  (ગીર) તેમજ ભંવરસિંહ સામોર (યુરુ- રાજસ્થાન)ને આ વર્ષના કાગ એવોર્ડ અર્પણ થશે. પૂજય બાપુના વરદ્દ-મંગલ હસ્તે કાગ એવોર્ડ અર્પણ દ્વારા વિદ્વજનોની વંદના ખશે. અંતે કાર્યક્રમ વિષે પૂજય બાપુ પોતાનું  પ્રસન્નતા પૂર્ણ આશીર્વાદ ઉદ્દબોધન આપશે.જેમાં રંગાયેલા સહુ ઉપસ્થિત લોક-કલાકારો રાતભર લોકગીત દુહા-છંદ અને ભજનોની સરવાણી વહાવશે.આ અવસરે કાગબાપુના પૌત્ર બાબુભાઈ કાગ અને કાગ પરિવાર તેમજ કાર્યક્રમના સંવાહક બલવંતભાઈ જાની અને  હરિશ્ર્વંદ્રભાઈ જોશી એ સહુ ભાવકોને આકાર્યક્રમમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.