Abtak Media Google News

ચિલિઝા રેસ્ટોરન્ટના કર્મચારીએ માલિક પાસે ફોન અને રોકડની ઉપાડ લઈ ચનન થઈ ગયો

રાજકોટ શહેરમાં બે છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં પ્રથમ ફરિયાદમાં કોઠારિયા ચોકડી પાસે ઓમ રેસિડેન્સીમાં રહેતા અને સ્ટીલ રેલિંગનું કામ કરતા વેપારી સહિત પાંચ લોકોને પર્સનલ લોન કરવાનું કહી એક ગઠિયાએ કુલ રૂ.બે લાખ પડાવી લેતા તેના વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.જ્યારે બીજી ફરિયાદમાં યુનિવર્સિટી રોડ પર આવેલ ચીલીઝા રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીએ માલિક પાસેથી રૂપિયા 15,000 નો ઉપાડ અને 11,000 નો મોબાઈલ લઈ રફુ ચક્કર થઈ જતા તેના વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પ્રથમ બનાવની મળતી માટી મુજબ કોઠારીયા ચોકડી પાસે રહેતા સાવનભાઇ પ્રફુલ્લભાઇ ચૌહાણ નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં પરેશ ધીરજલાલ ચાવડા અને અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે તેમને ધંધામાં નાણાંની જરૂરિયાત હોય મિત્ર વિરલભાઇને વાત કરી હતી. જેથી મિત્રે પરેશ ધીરજલાલ ચાવડાના મોબાઇલ નંબર આપ્યા હતા. બાદમાં પરેશ ચાવડાને ફોન કરી રૂ.5 લાખની લોન માટેની વાત કરી હતી. તેમજ પોતે અગાઉ લીધેલી લોનના હપ્તા બાઉન્સ થયા હોય પોતાનો સીબીલ ખરાબ થયા અંગેની પણ વાત કરી હતી.

બાદમાં પરેશ ચાવડાએ પોતાની પાસે ડોક્યુમેન્ટ મગાવતા મોબાઇલ પર તેને મોકલી આપ્યા હતા અને લોન તા.1-5ના રોજ મંજૂર થઇને ખાતામાં જમા થઇ જશેની વાત કરી હતી. દરમિયાન તા.26ના પરેશભાઇએ પોતાને ફોન કરી તમારા હપ્તા બાઉન્સ થયા હોય બેન્ક સેફ્ટી માટે રૂ.15 હજારની એફડી મૂકવી પડશે. એટલે તેને કહ્યા મુજબ ઓનલાઇન રૂપિયા મોકલી આપ્યા હતા. આમ મેં પરેશભાઇને કુલ રૂ.40 હજાર ચૂકવ્યા હતા.

બાદમાં લોનના પૈસા જમા નહિ થતા મિત્ર વિરલભાઇને વાત કરી હતી. ત્યારે વિરલભાઇએ પોતાની સાથે પણ રૂ.54 હજાર લીધા પછી લોન મંજૂર કરાવી ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન વધુ તપાસ કરતા પરેશ ચાવડા અને તેના મળતિયાએ જામનગરના મિલનભાઇ સાથે રૂ.42,500, અજયભાઇ હરિયાણી સાથે રૂ.3500, પરેશભાઇ જાદવ સાથે અઢી વર્ષ પહેલા રૂ.1 લાખ અને અશ્વિનભાઇ ગુજરાતી સાથે રૂ.7500ની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે બીજા બનાવની વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર રહેતા અને યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ 2 માં ચીલીઝા નામે રેસ્ટોરન્ટ ધરાવતા નંદનભાઈ નલિનભાઈ પોબરું એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના જ કર્મચારી નીરજ સંદીપભાઈ રાઈમાજીનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, તેના કર્મચારીને પૈસાની જરૂર હોવાથી તેને રૂપિયા 15000 ઉપાડ પેટે અને રૂ.12,000 નો મોબાઈલ ઉપયોગ કરવા માટે આપ્યો હતું ત્યારબાદ તેના કર્મચારીએ તે રૂ.26,000 પરત નહી આપી તેની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા તેને ફરિયાદ નોંધાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.