Abtak Media Google News

યુવકે રૂ.1.41 લાખની લોનના રૂ.6.64 લાખ ચૂકવી દીધા છતાં ગઠીયાઓ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા સાયબર ક્રાઇમમાં નોંધાતો ગુનો

રાજકોટમાં દીન પ્રતિદિન અનેક લોકો સાયબર ક્રાઇમનો શિકાર બની રહ્યા છે.ઓછા દર પર વસ્તુ કે ઓછા રોકાણમાં વધુ પૈસા મેળવવાની લાલચમાં પોતાના રૂપિયા ગુમાવી રહ્યા છે.ત્યાર તેમાં વધુ એક ઘટના સાયબર પોલીસમાં નોંધાઇ છે.જેમાં ઓફિસ ધરાવી ફાઇનાન્સિયલ એડવાઈઝર તરીકે કામકાજ કરતા યુવાને પ્લે સ્ટોર મારફત કેશ કીડમ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં રૂપિયા 1.41 લાખની લોન લીધી હતી જેની સામે તેને રૂ.6.64 લાખ ચૂકવી દીધા છતાં પણ ગઠિયાઓ તેને તેના ફોટા સગા સંબંધીઓને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોવાથી તેને પ્રેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.શીતલ પાર્કમાં

વિગતો મુજબ ગોવર્ધન ચોક પર આવેલ સ્કાય હાઇટ્સમાં રહેતા અને શીતલ પાર્કમાં ઓફિસ ધરાવી ફાઇનાન્સીયલ એડવાઈઝર તરીકે કામકાજ કરતાં ચિરાગભાઈ મહેન્દ્રભાઈ પરમાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત.તા.23/12/2022 માં તેને લોનની તાત્કાલિક જરૂર હોવાથી તેમને મોબાઈલમાં પ્લે સ્ટોરમાં ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશન વિશે સર્ચ કર્યું હતું. જેમાં તેને કેસ ક્રિડ નામની એપ્લિકેશન સામે આવતા તે ડાઉનલોડ કરી હતી. જેમાં એપ્લિકેશન ની અંદર પરમિશન નું ઓપ્શન આવતા તેને બધામાં ઓકે આપ્યું હતું અને તેમાં પોતાના બેંક એકાઉન્ટ નંબર સહિતની બધી પર્સનલ ઇન્ફોર્મેશન નાખી હતી. અને તે એપ્લિકેશનમાં તેમને રૂ.1,41,540 ની લોન લીધી હતી ત્યારબાદ તેના વોટ્સએપ અને મોબાઈલ નંબર ઉપર અજાણ્યા નંબરો માંથી ફોન આવી લોનનું પેમેન્ટ કરવા માટે જાણ કરવામાં આવી હતી અને જો તે પેમેન્ટ ના કરે તો તેના સગા સંબંધીઓને તેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી જેથી તેને રૂ.6,64,010 જેટલી રકમ ચૂકવી દીધા છતાં પણ ગઠિયાઓ તેને ફોટા વાયરલ કરી દેવા ની ધમકી આપતા હોવાથી તેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.